________________
જૈન ધર્મની પ્રાચીનતા
અને રાણી દેવકીના પુત્ર હતા અને અરિષ્ટનેમિના પિતા રાજા સમુદ્રવિજય કૃષ્ણના પિતા વસુદેવના ભાઈ હતા. અરિષ્ટનેમિની માતાનું નામ રાણી શિવા હતું."
અરિષ્ટનેમિ અથવા નેમિનાથ બાળપણથી જ અત્યંત કોમળ સ્વભાવના હતા. કોઈ પણ જીવની હિંસાની કલ્પનાથી જ તેમનું હૃદય પીગળી જતું હતું. યુવાવસ્થા પ્રાપ્ત કર્યા બાદ જ્યારે તેમને ખૂબ જ ઠાઠ-માઠ અને ધામધૂમ સાથે રાજા ઉગ્રસેનની પુત્રી રાજકુમારી રાજમતી (રાજુલ કુમારી) સાથે લગ્ન માટે લઈ જતા હતા ત્યારે ત્યાં પહોંચતા પહેલાં તેમની દૃષ્ટિ, બાંધીને બંધ રાખવામાં આવેલાં તે અત્યંત દુઃખી પશુ-પક્ષીઓ પર પડી જેમને તેમના વિવાહના અવસરે મારીને માંસાહારી મહેમાનોને ખવડાવવાનાં હતાં. આ જાણીને કે તેમના લગ્નને કારણે આટલાં પશુ-પક્ષીઓની હત્યા કરવામાં આવશે, તેમનું હૃદય કરુણાથી વિહ્વળ થઈ ગયું. તેમણે તે જ સમયે પોતાના કિંમતી આભૂષણો ઉતારીને પોતાના સારથીને સોંપી દીધા અને પોતાના લગ્નનો ઇરાદો બદલીને ત્યાંથી ચાલી નીકળ્યા. તેમણે જૈન ધર્મ અપનાવીને કઠિન સાધના કરી અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પોતાનું સમગ્ર જીવન જૈન ધર્મના પ્રચારમાં લગાવી દીધું. અંતમાં ગુજરાતમાં જૂનાગઢના ગિરનાર પર્વત પર એમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. જયારે રાજકુમારી રાજમતીએ પોતાના થનારા પતિના સંન્યાસ લેવાની વાત જાણી ત્યારે તેણે પણ સંન્યાસ ગ્રહણ કરીને જૈન ધર્મ અપનાવી લીધો અને કઠિન સાધના દ્વારા પોતાના મનુષ્ય-જીવનને સફળ બનાવ્યું.
મથુરાથી પ્રાપ્ત અભિલેખોમાં નેમિનાથના નામનો ઉલ્લેખ મળી આવે છે. કેટલીક એવી આકૃતિઓ પણ મળી છે જેમની નીચે નેમિનાથનું નામ સ્પષ્ટરૂપે અંકિત છે.2
આ વાતોથી ખબર પડે છે કે જૈન તીર્થંકર નેમિનાથ અથવા અરિષ્ટનેમિ કૃષ્ણના સમકાલીન એક ઐતિહાસિક પુરુષ હતા.
જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથનો સમય ઈ.સ.પૂર્વે 877-777 માનવામાં આવે છે. તે કાશીના રાજા વિશ્વસેન અને રાણી વામાદેવીના પુત્ર હતા. કઠિન સાધના દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને એમણે પણ પોતાનો ઘણો સમય જૈન ધર્મના પ્રચારમાં લગાવ્યો. કલ્પસૂત્ર અનુસાર એમણે બિહારના હજારીબાગ જિલ્લાના સમ્મેદ શિખર પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ. તેમના નામ પરથી તે શિખરને આજે પણ પારસનાથ પહાડી કહે છે.
14
27