________________
જૈન ધર્મઃ સાર સંદેશ
ધારણ કરેલા રહે છે. તેમના શાંત સ્વરૂપના દર્શન માત્રથી શ્રદ્ધાળુ જીવોમાં આંતરિક પ્રસન્નતા, સદ્ભાવના અને ભક્તિની લહેર દોડી જાય છે અને તેઓ સહજ ભાવથી મોક્ષમાર્ગની તરફ પ્રવૃત થઈ જાય છે. એવા ગુરુની ભક્તિથી મન સાંસારિક વિષયોથી હટે છે અને એકાગ્ર ભાવથી આંતરિક આનંદમાં લીન થવા ચાહે છે તથા તેના માટે ઉચિત પ્રયત્ન અથવા સાધનામાં લાગે છે.
182
અનુભવ પ્રકાશમાં ગુના શાંત સ્વરૂપ અને ગુરુ ભક્તિની મહિમાનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
ગુરુ મોક્ષ-પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ આપે છે. શાંતસ્વરૂપ ધારણ કરનારા ગુરુ કોઈ વચન બોલ્યા વિના જ મોક્ષનો માર્ગ બતાવે છે. એવા સર્વદોષરહિત શ્રી ગુરુની ભક્તિ કરવા માટે કહેવામાં આવ્યું છે. એમની ભક્તિથી મુક્તિ પ્રાપ્ત થાય છે, એમ સમજીને ગુરૂ ભક્તિ કરવી જોઈએ. ત્યારે મન બધા ભોગોથી ઉદાસીન થઈને આત્મસ્વરૂપમાં સ્થિર થવા ઈચ્છે છે અને તેના માટે સાધનામાં લાગે છે. એટલા માટે મનની સ્થિરતા સાધ્ય(લક્ષ્ય) છે અને ગુરુ ભક્તિ તેનું કારણ (સાધક કે પ્રેરક) છે.34
શાંતભાવ ધારણ કરનારા સદ્ગુરુ જ્યારે પણ જીવોને ઉપદેશ આપવા માટે વચન બોલે છે તો તેમનું વચન હંમેશા સત્ય, મધુર અને હિતકારી હોય છે. તેઓ ક્યારેય કોઈનું દિલ દુખાડતા નથી અને ન ગુપ્ત કે પ્રગટ રૂપથી બીજાઓ પાસેથી પોતાના માટે કંઈ લે છે. તેઓ સદા બધી પરિસ્થિતિઓમાં સદાચારના નિયમોનું પાલન કરે છે. તેઓ અહિંસા, સત્ય, અચૌર્ય (બીજાઓની કોઈ વસ્તુ ન લેવાનો નિયમ) અને બ્રહ્મચર્ય વગેરે વ્રતોનો નિર્વાહ સહજ ભાવથી કરે છે. એમના આ સદ્ગુણોનો ઉલ્લેખ કરતાં મૂળશંકર દેસાઈ કહે છેઃ
કેવા છે તે ગુરુ? ત્રસ તથા સ્થાવર (ચર અન અચર) જીવોની મન વચન કાયાથી હિંસા કરતા નથી, બીજા જીવોથી હિંસા કરાવતા નથી તથા જે હિંસા કરે છે તેની અનુમોદના પણ કરતા નથી. એવા અહિંસા મહાવ્રત યુક્ત છે. તે મુનિરાજ હિત મિત (હિતકારી અને મધુર)