________________
181
ગુરુ
સુખદ પ્રકાશ આપનારો સૂર્ય) કહેવાય છે. જેમણે ધ્યાનરૂપી અગ્નિ દ્વારા પોતાના જન્મ, જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુરૂપી મહારોગોને બાળી દીધા છે અને જે આત્મ-જ્યોતિઓનો પૂંજ છે તે જ ખરેખર વૈશ્વાનર’ (પરમજ્યોતિર્મય પરમાત્મા) છે.
એ સ્પષ્ટ છે કે સાચા ગુરુ (સંત સદ્ગુરુ) જે જ્ઞાનને પ્રદાન કરે છે, તે આંતરિક જ્ઞાન છે, કોઈ બાહ્ય જ્ઞાન નથી, સાચા ગુરુ સંસારથી અનાસક્ત કે વીતરાગી હોય છે. એટલા માટે તેઓ પોતાના શિષ્યોને સંસારના બાહ્ય વિષયોમાં ઊલઝાવતા નથી. તેઓ તેમને બાહ્ય ક્રિયાઓ અને બનાવટી વેશભૂષાથી દૂર રાખવા ઇચ્છે છે અને તેમને અંતર્મુખી બનવાનો ઉપદેશ આપે છે. તેને સ્પષ્ટ કરતાં કાનજી સ્વામી કહે છેઃ
અહા, વીતરાગમાર્ગી સંતોની કથની જ જગતથી જુદી છે. તે અંતર્મુખ લઈ જનારી છે. તેથી હે જીવ! સાચા ગુરુના સ્વરૂપ ઓળખીને કુગુરુની માન્યતાને તું છોડી દે જેનાથી તારું હિત થશે. 2
સાચા ગુરુ સદા સદાચારના નિયમોનું દૃઢતાથી પાલન કરતા કરતા અંતર્મુખી ધ્યાન અથવા સમાધિ દ્વારા પોતાના આત્મામાં લીન થઈ ને સાચા આનંદને પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે. એટલા માટે તેઓ પોતાના શિષ્યોને પણ અંતર્મુખી થઈ પોતાના આત્મામાં લીન થવાનો જ ઉપદેશ આપે છે. સાચા ગુરુની ઓળખ બતાવતાં હુકમચંદ ભારિલ્લ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ
સાંભળો ભાઈ! મૂળ વસ્તુ તો આત્માને સમજીને તેમાં લીન થવું છે. આત્મવિશ્વાસ (સમ્યગ્દર્શન), આત્મજ્ઞાન (સમ્યજ્ઞાન) અને આત્મલીનતા (સમ્મચારિત્ર) જેનામાં હોય તથા જેનું બાહ્યાચરણ પણ આગમાનુકૂળ (સૉંથોને અનુકૂળ) હોય, વાસ્તવમાં સાચા ગુરુ તો તે જ છે.33
સાચા ગુરુમાં કોઈ પણ પ્રકારનો વિકાર હોતો નથી. તેઓ સર્વદોષરહિત અને સર્વગુણસંપન્ન હોય છે. તેમની શક્તિનો પણ કોઈ અંત હોતો નથી. પરંતુ તેઓ પોતાની શકિતનું પ્રદર્શન (દેખાડો) કરતા નથી. તેઓ શાંત-ભાવ