________________
જૈન ધર્મઃ સાર સંદેશ
લોક પ્રકાશક અને લોક હિતકારી ગુરુ અથવા ઉપદેશક બનવા માટે પોતાના ધ્યાનમાં પૂર્ણ એકાગ્રતા પ્રાપ્ત કરીને કૈવલજ્ઞાન (સર્વજ્ઞતા)ની પ્રાપ્તિ કરવી આવશ્યક છે. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો ઉલ્લેખ જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
180
(સાધક) એકત્વવિતર્ક અવિચાર(પૂર્ણ એકાગ્ર) ધ્યાનથી ઘાતિ કર્મ (આત્માના સ્વરૂપને ઢાંકનારા કર્મ)નો નાશ કરીને, પોતાના આત્મલાભને પ્રાપ્ત થાય છે અને અત્યંત ઉત્કૃષ્ટ શુદ્ધતાને પામીને, કેવલજ્ઞાન અને કેવલદર્શન (પૂર્ણ વિશ્વાસ)ને પ્રાપ્ત કરે છે. તે જ્ઞાન અને દર્શન બન્ને અલબ્ધપૂર્વ છે, અર્થાત્ પહેલાં ક્યારેય પ્રાપ્ત ન થયા હતા. તો તેમને પામીને, તે જ સમય તેઓ કેવલી (સર્વજ્ઞ) ભગવાન સમસ્ત લોક અને અલોકને યથાવત્ (યથાર્થ રૂપમાં) જુએ અને જાણે છે. જે સમયે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે સમયે તે ભગવાન સર્વકાળમાં ઉદયરૂપ (પ્રગટરૂપ) સર્વશદેવ હોય છે અને અનંત સુખ અનંત વીર્ય (શક્તિ) વગેરે વિભૂતિ (ઐશ્વર્ય)ના પ્રથમ સ્થાને (સર્વોચ્ચ સ્થાન પર) હોય છે.30
આવા સર્વગુણ સંપન્ન સર્વજ્ઞાતા સદ્ગુરુ પોતાના દિવ્યધ્વનિ દ્વારા અધિકારી જીવોને બોધિ (આત્મિક જ્ઞાન) પ્રદાન કરે છે. તે દિવ્યધ્વનિથી જ સમસ્ત જ્ઞાન પ્રગટ થાય છે. આ દિવ્યધ્વનિ પરમ પ્રકાશમય હોય છે. એટલા માટે સર્વજ્ઞાતા સદ્ગુરુને બોધિસત્ત્વ (પરમ જ્ઞાનમય કે ચૈતન્યમય) અને વૈશ્વાનર (પરમ જયોતિર્મય પરમાત્મા) પણ કહેવામાં આવે છે. જૈનધર્મામૃતમાં આ વાતોને આ પ્રકારે સમજાવવામાં આવી છેઃ
જે શારીરિક-માનસિક આદિ સર્વ પ્રકારના ક્લેશોમાં પડેલા પ્રાણીઓને સર્વ–અર્થોનું પ્રતિપાદન કરનારી પોતાની અનુપમ ભાષા અથવા દિવ્યવાણી દ્વારા બોધ-પ્રદાન કરે છે, તેને ‘બોધિસત્ત્વ’ (પરમ જ્ઞાનમય કે ચૈતન્યમય સ્વભાવવાળા) કહે છે. લોકાલોક (લોક અને અલોક)ને પ્રકાશ કરનારી કેવલજ્ઞાનરૂપી કિરણો દ્વારા જેના આત્મામાં સદા સુપ્રભાત રહે છે, તે ‘ભવ્ય-દિવાકર’ (દિવ્ય જ્ઞાનનો શીતળ અને