________________
ગુરુ
વિના કોઈ પોતાની–જાતે સદ્ગુરુ કે અરિહંત બની શકતો નથી. આચાર્ય શ્રી શિવમુનિજી મહારાજે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છેઃ
અરિહંત થવાની યોગ્યતા ગુરુની કૃપા વિના સંભવ નથી.7
અર્હમ્ (અરહંત) કે સંત સદ્ગુરુની સેવા અને ભક્તિ દ્વારા જ સાધક સાચા જ્ઞાનને પ્રાપ્ત કરીને મુક્તિની પ્રાપ્તિ કરે છે અને પછી તે પોતાના ગુરુની કૃપાથી સ્વયં ગુરુના પદને પ્રાપ્ત કરીને જીવોને મુક્તિનો ઉપદેશ આપે છે. આ પ્રમાણે મનુષ્ય-જીવનનું લક્ષ્ય, મુક્તિની પ્રાપ્તિ ગુરુ-ભક્તિ દ્વારા જ થાય છે. એને સ્પષ્ટ કરતાં આચાર્ય શિવ મુનિજી કહે છેઃ
જૈન ધર્મ અનુસાર અર્હત્ એક આદર્શ સંત છે, સર્વોચ્ચ શિક્ષક (ઉપદેશક) છે તથા સર્વજ્ઞ છે. જે તેમની ભક્તિ કરે છે, તે મુક્તિ પ્રાપ્ત કરી લે છે.28
179
સદ્ગુરુ અથવા અરિહંત દેવ પોતાનો મુક્તિદાયક ઉપદેશ કોઈ નિજી સ્વાર્થ વિના માત્ર જીવોના ઉપકાર માટે પ્રદાન કરે છે. એટલા માટે તેમને આપ્ત કે સાચા હિતકારક કહેવામાં આવે છે. રત્નકર શ્રાવકાચારમાં એને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છેઃ
:
દોષોથી રહિત, સર્વજ્ઞ અને જેનાગમના ઉપદેષ્ટા જ સાચા આપ્ત (વિશ્વસનીય ઉપદેશક, અરિહંત) છે. અન્ય કોઈ સાચા આપ્ત અર્થાત્ સાચા દેવ નથી.
પરમપદમાં સ્થિત, કેવલ જ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત, વીતરાગી કર્મમેલથી રહિત, કૃતકૃત્ય, સર્વજ્ઞ, આદિ-મધ્ય-અંત થી પણ રહિત, બધા પ્રાણીઓના હિતકારક સાચા દેવ જ હિતોપદેશી કહેવાય છે.
જેવી રીતે વાદકના હાથનો સ્પર્શ પામીને મૃદંગ વાગવા લાગે છે, તેને બીજી કોઈ અપેક્ષા હોતી નથી તેવી જ રીતે હિતોપદેશી અરિહંત દેવ જીવોના હિત માટે વિના કોઈ સ્વાર્થ, રાગ અને અપેક્ષાએ ઉપદેશ આપે છે. તેઓ જ સાચા દેવ છે.29