________________
149
માનવ-જીવન
નહીં. ...આત્મા અને પુદ્ગલાદિક પર પદાર્થોના (આત્માથી ભિન્ન સાંસારિક પદાર્થોના) યથાર્થ સ્વરૂપને જાણનારો સમ્યગ્દષ્ટિપુરુષ તે સમસ્ત પદાર્થોને તથા ભોગોપભોગોના સાધનોને અનંતવાર પ્રાપ્ત થનારા માને છે તથા આ જ કારણે તે બધાનો ત્યાગ કરી દે છે અને ક્યારેય પ્રાપ્ત ન થનારા પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં લીન થઈ જાય છે.
તેથી જ આ બધી વાતોને સમજીને ભવ્ય (મોક્ષાર્થી) જીવોએ પર પદાર્થોનો ત્યાગ કરી દેવો જોઈએ અને આત્મ તત્ત્વમાં લીન થઈ જવું જોઈએ. આ જ મોક્ષનો ઉપાય છે.૩૦
મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાન અને વૈરાગ્ય (અનાસકિત)ને વધારવા આવશ્યક છે. પરંતુ બાહ્ય વિષયોમાંથી ચિત્તવૃત્તિને હટાવીને એને આત્મામાં લીન કર્યા વિના સાચા જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે આત્મ-લીન થઈને આત્માનુભવ પ્રાપ્ત કરવો અને આ પ્રમાણે સાચા જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ કરી લેવી જ મનુષ્ય-જન્મનો સાર છે, જેવું કે આચાર્ય કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
તેથી પ્રત્યેક ભવ્ય જીવે જ્ઞાન વૈરાગ્ય વધારવા માટે વિષય કષાયોનો (વિષયોના પ્રતિ ક્રોધ, માન વગેરેનો) ત્યાગ કરવો જોઈએ અને આત્મમાં લીન થઈને જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. આ જ મનુષ્ય-જન્મનો સાર છે.”
હુકમચંદ ભારિલે પણ આત્મજ્ઞાનની મહત્તા બતાવતાં કહ્યું છે કે પોતાને ઓળખીને જ જીવ ભગવાન બની શકે છેઃ
પોતાને નહીં ઓળખવું જ સૌથી મોટી ભૂલ છે તથા પોતાના સાચા સ્વરૂપને સમજવું જ પોતાની ભૂલ સુધારવી છે. ભગવાન કોઈ અલગ હોતા નથી. જો સાચી દિશામાં પુરુષાર્થ કરે તો પ્રત્યેક જીવ ભગવાન બની શકે છે.
“સ્વયંને જાણો, સ્વયને ઓળખો, અને સ્વયંમાં સમાઈ જાઓ. ભગવાન બની જશો”.32