________________
148
જૈન ધર્મઃ સાર સંદેશ
છતાં પણ પાપને કારણે તે પુનઃ નષ્ટ થઈ જાય છે. અને જો સત્ફળમાં પણ પ્રાપ્ત થાય છે તો કાં તો જીવ ગર્ભમાં જ વિલીન થઈ જાય છે અથવા તો જન્મ લેતાં જ મરી જાય છે અને કાં તો બાળપણમાં જ નષ્ટ થઈ જાય છે. આ બધી અવસ્થાઓમાં તો ધર્મની પ્રાપ્તિનો કોઈ અવસર જ હોતો નથી. અતઃ જ્યારે યુવાવસ્થાદિમાં અવસર મળે તો તેણે ધર્મની સાધના માટે ઉત્તમ પ્રયત્ન કરવો જોઈએ. તે અવસરને આમ જ ખોઈ દેવો જોઈએ નહીં.28
એ બતાવતાં કે આ દુર્લભ મનુષ્ય-જીવનને ક્યા કાર્યમાં લગાવવો જોઈએ, જૈનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
આત્મ-કલ્યાણના ઇચ્છુક જનો માટે ઉચિત છે કે આ ઉત્તમ મનુષ્ય ભવ (જન્મ) પામીને તેને અંતમાં દુઃખ આપનારા સાંસારિક પદોને પામવામાં અને વિષય-ભોગોને એકત્રિત કરવામાં વ્યર્થ ન ગુમાવે પરંતુ એક-એક ક્ષણને સ્વર્ણ કોટિઓથી (સોનાના ઢગલાથી) પણ અધિક મૂલ્યવાન સમજીને આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં વ્યય કરે.29
પોતાના અનેકાનેક જીવનમાં આપણે બધાં સાંસારિક સુખો અને દુઃખોને વારંવાર ભોગવી ચૂક્યા છીએ, પરંતુ આ બધાથી ક્યારેય આપણે સુખી કે તૃપ્ત થઈ શક્યા નથી. આપણે સદા બાહ્ય વિષયોને જાણવામાં અને તેમને પ્રાપ્ત કરવામાં જ લાગેલા રહ્યા. ક્યારેય પણ આપણે પોતાના આત્મસ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યો નથી, જેમાં લીન થઈને આપણે સદાને માટે મુક્ત અને સુખી થઈ શકીએ છીએ. આ તથ્યને સમજાવતાં આચાર્ય કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
આ સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. આ સમયમાં એણે નરકમાં પણ અનંત વાર જન્મ લીધો, સ્વર્ગમાં પણ અનંતવાર જન્મ લીધો તથા મનુષ્ય અને તિર્યંન્ચ યોનિમાં અનંત વાર જન્મ લીધો. આવી અવસ્થામાં કોઈ પણ
પદાર્થ અલબ્ધ અને ક્યારેય પ્રાપ્ત ન થનારો ક્યારેય પણ કહી શકાય
...