________________
અંતર્મુખી સાધના
299 તેમની દિવ્ય અલૌકિક સભામાં ફેલાયેલા દિવ્ય પ્રકાશ અને દિવ્યધ્વનિનું વર્ણન આદિપુરાણમાં આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ
દેવોના દુંદુભી મધુર શબ્દ કરતાં આકાશમાં વાગી રહ્યા હતાં. જેમનો શબ્દ અત્યંત મધુર અને ગંભીર હતો એવા પણવ, તુણવ, કહલ, શંખ અને નગારા આદિ વાજાંઓ સમસ્ત દિશાઓના મધ્ય ભાગને શબ્દાયમાન કરતાં કરતાં તથા આકાશને આચ્છાદિત કરતાં કરતાં શબ્દ કરી રહ્યાં હતાં. ... શું આ મેઘોની ગર્જના છે? અથવા જેમાં ઉઠતી લહેરો શબ્દ કરી રહી છે એવો સમુદ્ર પણ ક્ષોભને પ્રાપ્ત થયો છે? આ પ્રમાણે તર્ક-વિર્તક કરી ચારે તરફ ફેલાતો ભગવાનના દેવદુંદુભિઓનો શબ્દ સદા જયવંત રહે. ... તે સમયે તે જિનેન્દ્ર ભગવાનના શરીરની પ્રભા મધ્યાહનના સૂર્યની પ્રજાને તિરોહિત કરતી – પોતાના પ્રકાશમાં તેનો પ્રકાશ છુપાવતી, કરોડો દેવોના તેજને દૂર હટાવતી, અને લોકમાં ભગવાનનું ખૂબ ભારે ઐશ્વર્ય પ્રગટ કરતી ચારે બાજુ ફેલાઈ રહી હતી.... જે પ્રમાણે મેઘોની ગર્જના સાંભળીને ચાતક પક્ષી પરમ આનંદને પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે તે સમયે ભગવાનનો દિવ્ય ધ્વનિ સાંભળીને ભવ્ય જીવોના સમુહ પરમ આનંદને પ્રાપ્ત થઈ રહ્યાં હતા. બધાની રક્ષા કરનારા અને અગ્નિના સમાન દેદીપ્યમાન ભગવાનને પ્રાપ્ત કરી ભવ્ય (મોક્ષાર્થી) જીવરૂપી રત્નો દિવ્ય કાંતિને ધારણ કરનારી પરમ વિશુદ્ધિને પ્રાપ્ત થયા હતાં.75
શુભચંદ્રાચાર્ય પણ પોતાના જ્ઞાનાર્ણવ ગ્રંથમાં આ જ ઉપદેશ આપે છે કે રૂપસ્થ ધ્યાનમાં અતિ (અરહંત) ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. તેમના અદ્ભુત મહિમા અને અપાર ગુણોનું વર્ણન કરતાં તેઓ કહે છેઃ
આ રૂપસ્થ ધ્યાનમાં અરહંત ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ... આપનું ચરિત અચિંત્ય છે, આપ સુંદર ચરિત્રવાળા ગણધરાદિ મુનિ ગણો દ્વારા સેવનીય છો અને સમસ્ત જગતના હિતેષી (હિતેચ્છ) છો. આપ ઇંદ્રિયોના સમુહને રોકનારા, વિષયરૂપ શત્રુઓનો નિષેધ કરનારા, રાગાદિક સંતાન (રાગાદિની ચાલી આવેલી પરંપરા)ને નષ્ટ