________________
298
જૈન ધર્મ સાર સંદેશ શ્રી અરહંત ભગવાનને શ્રદ્ધા, તૃષા, રોગ, શોક, ચિંતા, રાગ-દ્વેષ, જન્મ, મરણ આદિ અઢાર દોષ નથી. પ્રભુના આઠ પ્રાતિહાર્ય (ઐશ્વર્યસૂચક વાતાવરણ અને સેવક) શોભાયમાન છે – (1) અતિ મનોહર રત્નમય સિંહાસન પર અંતરિક્ષ (આકાશ)માં વિરાજમાન છે. (2) કરોડો ચંદ્રમાની જ્યોતિને મંદ કરનારા તેમના શરીરની પ્રજાનું મંડળ તેમની ચારેય તરફ પ્રકાશમાન થઈ રહ્યું છે. (3) ત્રણ ચંદ્રમાની સમાન ત્રણ છત્ર ઉપર શોભિત થતા પ્રભુ ત્રણ લોકના સ્વામી છે, એવું ઝળકાવી રહ્યા છે. (4) હંસની સમાન અતિ શ્વેત ચમરોને બન્ને તરફ દેવગણ ઢોળી રહ્યા છે. (5) દેવો દ્વારા કલ્પવૃક્ષોના મનોહર પુષ્પોની વર્ષા થઈ રહી છે. (6)પરમ રમણીક અશોક (શોક દૂર કરનારું) વૃક્ષ શોભાયમાન છે તેની નીચે પ્રભુનું સિંહાસન છે. (7) દુંદુભિ વાજાઓનો પરમ મિષ્ટ (મધુર) અને ગંભીર ધ્વનિ થઈ રહ્યો છે. (8) ભગવાનનો દિવ્યધ્વનિ મેઘ ગર્જનાની સમાન થઈ રહ્યો છે.13
સાધકો માટે અહં ભગવાનને ધ્યાન યોગ્ય બતાવતાં તથા તેમના દિવ્ય સ્વરૂપની પ્રભુતાને પ્રગટ કરતાં આદિપુરાણમાં પણ કહેવામાં આવ્યું છેઃ
જે તેજોમય પરમોદારિક (અત્યંત સૂક્ષ્મ) શરીરને ધારણ કરેલ છે એવા કેવલ જ્ઞાની અઈન્ત જિનેન્દ્ર ધ્યાન કરવાને યોગ્ય છે. રાગ આદિ અવિદ્યાઓને જીતી લેવાથી જે જિન કહેવાય છે, ઘાતિયા કર્મોના નષ્ટ થવાથી જે અહંન્ત (અરિહંત) કહેવાય છે, શુદ્ધ આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ થવાથી જે સિદ્ધ કહેવાય છે અને ત્રિલોકના સમસ્ત પદાર્થોને જાણવાથી જે બુદ્ધ કહેવાય છે, જે ત્રણેય કાળોમાં થનારી અનંત પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને જુએ છે, એટલા માટે વિશ્વદર્શી (બધાને જોનારા) કહેવાય છે અને જે પોતાના જ્ઞાનરૂપ ચૈતન્ય ગુણથી સંસારના બધા પદાર્થોને જાણે છે એટલા માટે વિશ્વજ્ઞ (સર્વજ્ઞ) કહેવાય છે. . આ પ્રમાણે જે ઉપર કહેલા લક્ષણો સહિત છે, પરમાત્મા છે, પરમપુરુષરૂપ છે, પરમેષ્ઠી છે, પરમતત્ત્વસ્વરૂપ છે, પરમજ્યોતિ (કવળ જ્ઞાન) રૂપ છે અને અવિનાશી છે એવા અન્તિદેવ ધ્યાન કરવા યોગ્ય છે.74