________________
મુખ્ય ગ્રંથકારઃ સંક્ષિપ્ત પરિચય
389
દેશભૂષણજી મહારાજ, આચાર્યઃ શ્રી આચાર્યરત્ન દેશભૂષણજી મહારાજની પ્રાચીન ગ્રંથોને સરળ અને આધુનિક ભાષામાં પ્રકાશિત કરાવવામાં તીવ્ર રુચિ રહે છે. તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, કન્નડ, તમિલ, મરાઠી, હિન્દી વગેરે અનેક ભાષાઓના સમર્થ વિદ્વાન છે. તેમના દ્વારા સંપાદિત ગ્રંથોમાં રત્નાકર શતક અને પરમાત્મા પ્રકાશ પ્રમુખ છે જે હિન્દી ભાષામાં પ્રકાશિત થઈ ચૂકયા છે.
દેશાઈ, બ્રહ્મચારી મૂલશંકરઃ બ્રહ્મચારી મૂલશંકર દેશાઈ શ્રીતત્ત્વસાર, દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ અને પંચલબ્ધિ નામક પુસ્તકોના રચયિતા છે.
દોલતરામઃ પંડિત શ્રી દોલતરામજી નો જન્મ હાથરસમાં થયો. તેઓ એક કવિ હતા. તેમણે છહાલા કાવ્યની રચના કરી. સંસારના જીવોને દુઃખથી છૂટવાનો અને સુખની પ્રાપ્તિનો પથ દેખાડવાવાળી આ છહાલા બધા જૈનોના માટે ઉપયોગી છે. આ ઘણી જગ્યાએ પાઠશાળાઓમાં ભણાવવામાં આવે છે.
પદ્મનન્ધિ, આચાર્યઃ જૈન સાહિત્યમાં આ નામના અનેક ગ્રંથકાર થયા છે. આચાર્ય પદ્મનન્દિ દ્વારા રચિત અનેક કૃતિઓમાં અનિત્ય ભાવના ગ્રંથ પ્રમુખ છે. તેઓ આધ્યાત્મના વિશેષ પ્રેમી હતા.
ભારિલ્લ, હુકુમચન્દ્રઃ ડૉ. હુકુમચન્દ્ર ભારિલ્લ એક પ્રખ્યાત વિચારક હતા. તેમણે જૈન સાહિત્ય પર ઘણા બધા પુસ્તકો લખ્યા જેમાં તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, બૃહજ્જિનવાણી સંગ્રહ, વીતરાગ-વિજ્ઞાન પામાળા, નિમિત્ત-ઉપાદાન, નયચક્ર આદિ પ્રમુખ છે. શ્રી કાનજી સ્વામી તેમના ગુરુ હતા. તેમના ઘણા પુરસ્કારોથી નવાજ્યા જેમ કે ‘વીર નિર્વાણ ભારતી ઍર્વાડ’. તે અખિલ ભારતીય દિગમ્બર જૈન પરિષદના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.