________________
જૈન ધર્મ સાર સંદેશ આ સંસારમાં થવા લાગે છે. એટલા માટે ધર્મના નામ પર પણ સંસારમાં ઘણી બધી એવી ચીજો ચાલવા લાગી છે, જે વાસ્તવમાં ધર્મ નથી, છતાં પણ તે ન માત્ર સીધા-સાદા સાધારણ લોકોને બલકે મોટા-મોટા સમજદાર અને બુદ્ધિમાન વ્યકિતઓને પણ ભ્રમમાં નાંખી ગુમરાહ કરી દે છે. એટલા માટે જનહિતની દૃષ્ટિએ જૈનધર્મ આપણને એ બતાવવાની કોશિશ કરે છે કે જૈન ધર્મ શું નથી, અર્થાત્ જૈન વિચારધારા અનુસાર કોને ધર્મ કહેવાતો નથી.
આપણે જોઈ ચૂક્યા છીએ કે ધર્મનો સંબંધ કોઈ બાહ્ય વસ્તુ સાથે નથી, બલકે પોતાના આત્મા સાથે છે. એટલા માટે આંતરિક સાધના દ્વારા આત્મશુદ્ધિ કરી આત્માના વાસ્તવિક સ્વરૂપની ઓળખ ન કરવી અને ભ્રમવશ બહિર્મુખી ક્રિયાઓમાં લાગેલા રહેવું ધર્મ નથી. જ્યાં સુધી મનમાંથી રાગ-દ્વેષ, મોહ તથા ક્રોધ, માન, માયા, લોભ આદિને બહાર કાઢીને એને શુદ્ધ કરવામાં આવતો નથી ત્યાં સુધી આત્માની શુદ્ધિ અને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે બહિર્મુખી ક્રિયાઓને સાચા અર્થમાં ધર્મ કહી શકાય નહીં. શુભચંદ્રાચાર્યે પોતાના જ્ઞાનાર્ણવ ગ્રંથ માં ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છેઃ
નિઃસંદેહ મનની શુદ્ધિથી જ જીવોની શુદ્ધિ થાય છે, મનની શુદ્ધિ વિના માત્ર કાયાને ક્ષીણ કરવી વ્યર્થ છે.62 તેઓ ફરી કહે છેઃ જે વ્યક્તિ ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કર્યા વિના સારી રીતે મુક્ત થવા ઇચ્છે છે તે કેવળ મૃગતૃષ્ણાની નદીમાં જળ પીએ છે. અર્થાત્ મૃગતૃષ્ણામાં વળી જળ ક્યાંથી આવી શકે છે? તે જ પ્રમાણે ચિત્તની શુદ્ધતા વિના મુક્તિ કેવી રીતે થઈ શકે છે?s જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ જે વ્યક્તિ ભાવનારહિત (શુદ્ધ ભાવથી રહિત) છે, તેનો બાહ્ય અપરિગ્રહ (બાહ્ય વસ્તુઓનો ત્યાગ), ગિરિ, કંદરાઓ આદિમાં નિવાસ તથા ધ્યાન, અધ્યયન આદિ બધું નિરર્થક છે.64