________________
61
જૈન ધર્મનું સ્વરૂપ
ઉક્ત કથનોથી એ સ્પષ્ટ છે કે જૈન ધર્મ સુખ-શાંતિ ઇચ્છનારા જીવોને અનેક પ્રકારે ઉદાર હૃષ્ટિ અપનાવવાનો અને બધા સાથે સહાનુભૂતિ અને સદ્ભાવ રાખતાં રાખતાં સમતા, મિત્રતા, પ્રેમ આદિ સદ્ગુણોને ગ્રહણ કરવાનો સંદેશ આપે છે. નાથુરામ ડોંગરીય જૈને જૈન ધર્મના આ દૃષ્ટિકોણને ખૂબ જ સ્પષ્ટતાની સાથે વ્યક્ત કર્યો છે. તેઓ કહે છેઃ
જૈન ધર્મ એ બતાવે છે કે ભાઈઓ! જો તમે ખરેખર જ શાંતિના ઇચ્છુક છો તો દુનિયાના પ્રત્યેક પ્રાણીને પોતાનો મિત્ર સમજીને તેની સાથે ઉદારતાનો વ્યવહાર કરો અને મતભેદ હોવા માત્રથી કોઈને પોતાનો દુશ્મન સમજીને તેની સાથે દ્વેષ કે ઝગડો ન કરો; કારણ કે વિભિન્ન પ્રાણીઓના વિવિધ સ્વભાવ અને વિચિત્ર દૃષ્ટિકોણો હોવાને કારણે મતભેદ થવો સ્વાભાવિક છે.
આ પ્રમાણે જૈન ધર્મ સાંપ્રદાયિકતા (સકુંચિત વિચારો)નો નાશ કરીને દુનિયાના પ્રત્યેક પ્રાણીને મતભેદ હોવા છતાં પણ પરસ્પર મિત્રતાથી રહેવા, સત્યને ઉદારતાથી ગ્રહણ કરવા તથા ફૂટ, કલહ, વિસંવાદ અને વિરોધને દૂર કરી – સમતા, સ્વતંત્રતા, નિર્ભયતા અને વાત્સલ્યનું પૂર્ણ સમર્થન કરવાની સાથે ભારપૂર્વક ઘોષણા કરે છે કે મતભેદ માત્રથી કોઈની સાથે ધૃણા અને દ્વેષ કરવો કદાપિ ઉચિત અને ધર્મ હોઈ શકે નહીં. ધર્મનો ઉદેશ અને સ્વરૂપ તો વિષમતા તથા દ્વેષનો અંત કરીને સંસારમાં સમતા અને પ્રેમને સ્થાપિત કરવાનો છે.
આ પ્રમાણે આપણે નિશ્ચિતરૂપે કહી શકીએ કે જૈન ધર્મનો દૃષ્ટિકોણ અત્યંત જ ઉદાર છે અને એને સાચા રૂપે અપનાવવાથી કોઈ પણ વ્યકિત એમાંથી નિષ્પક્ષતા અને ઉદારતાની પ્રેરણા લઈ શકે છે.
જૈન ધર્મ શું નથી?
જૈન ધર્મનું લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે અને ધર્મ જ એનું સાધન છે. એનાથી સ્પષ્ટ છે કે ધર્મથી ચઢિયાતી આ સંસારમાં અન્ય કોઈ ચીજ નથી. એટલા માટે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજીને એનું દૃઢતાથી પાલન કરવું આપણું સૌથી પ્રમુખ કર્તવ્ય છે. પરંતુ જે ચીજ જેટલી જ સારી હોય છે તેની તેટલી જ અધિક નકલ