________________
60
જૈન ધર્મ સાર સંદેશ હાનિને બદલે લાભ જ કેમ ન થાય, બુદ્ધિમત્તા હોઈ શકે નહીં. એટલા માટે પ્રત્યેક સમજદાર વ્યક્તિનું એ કર્તવ્ય છે કે તે સત્યની કસોટી પર ધર્મ સંબંધિત પ્રત્યેક વસ્તુને કસે, અને એ પછી જ તેના પર વિશ્વાસ કરે 58
ધર્મના નામ પર લોકોને ઠગનારા જુઠા કે નકલી ગુરુઓને સંસારી ઠગોથી અધિક ભયાનક અને વિનાશકારી સમજવા જોઈએ, કારણ કે તેઓ પોતાના શિષ્યોને મોક્ષ-માર્ગથી વિમુખ કરીને તેમના દુર્લભ મનુષ્ય-જીવનને જ બરબાદ કરી દે છે. એટલા માટે ગણેશપ્રસાદજી વર્ણ સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ
ધર્મના નામ પર જગત ઠગાઈ જાય છે. પ્રત્યક્ષ ઠગ કરતાં ધર્મઠગ અધિક ભયંકર હોય છે.
જ્યાં સુધી આપણને સ્વયં સત્યની ઠીક-ઠીક જાણકારી હોતી નથી ત્યાં સુધી બીજાઓને સમજાવવાની આપણી કોશિશ પ્રભાવરહિત અને નિષ્ફળ જ સિદ્ધ થાય છે. જે સ્વયં પૂરી રીતે જાણકાર નથી, તેને બીજાઓને સમજાવવાનો કોઈ અધિકાર નથી. તેના માટે આવી ચેષ્ટા કરવી ન તો ઉચિત છે અને ન તેની ચેષ્ટા કોઈને લાભ પહોંચાડી શકે છે. એટલા માટે સ્વયં સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી જ આપણે સાચા જીજ્ઞાસુ કે સત્યના શોધકને સ્થિતિ અનુસાર સમજાવવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ આપણે ક્યારેય કોઈની ઉપર આપણા વિચારો થોપવાની કોશિશ કરવી જોઈએ નહીં. આ સંબંધમાં નાથુરામ ડોંગરીય જેને ખૂબ જ સ્પષ્ટતાની સાથે કહે છેઃ
જબરદસ્તી પોતાના વિચારો બીજા પર લાદવાનો દુષ્કયત્ન ક્યારેય ન કરો, કે જે દી સફળ થઈ શક્તો નથી. બની શકે કે કોઈ જાણી જોઈને અથવા જાણ્યા વિના ભૂલ કરી રહ્યો હોય કે તેણે વસ્તુના સ્વરૂપ અને અન્ય વાતોને ખોટી સમજી રાખી હોય, તો પણ તેનાથી દ્વેષ ન કરીને જો તમારાથી બની શકે અને તમે તેને સમજાવવાને પાત્ર સમજો તો તેને વાસ્તવિકતા સમજાવી દો, નહીંતર તટસ્થ રહો અને તેની મૂર્ખતા પર કે જ્ઞાનની હીનતા પર ધૂંધવાશો નહીં, બલકે દયા કરો. અસહિષ્ણુ બનીને લડવા-ઝઘડવાની મૂર્ખતા કદાપિ ન કરો.60