________________
જૈન ધર્મનું સ્વરૂપ
પોતાના વિચારોને ઉદાર, સહિષ્ણુ અને પક્ષપાતહીન બનાવવાની સાથે જ પ્રત્યેક વ્યકિતના હિતની દૃષ્ટિએ એ તેનું પ્રથમ કર્તવ્ય છે કે પોતાની નીતિ સત્યને ગ્રહણ કરી અસત્યને ત્યાગવાની બનાવે. જે સત્ય છે તે જ આપણું છે, નહીં કે જે પોતાનું માનેલું છે તે જ સત્ય છે.ઝ
હુકમચંદ ભારિલ્કે પણ પંડિત ટોડરમલ કૃત મોક્ષમાર્ગ પ્રકાશકની પ્રસ્તાવનામાં સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પરંપરાને જાતે પરીક્ષા કર્યા વિના ધર્મ માની લેવી ઉચિત નથી. તેઓ કહે છેઃ
કુળ અને પરંપરાથી જે તત્ત્વજ્ઞાનને સ્વીકારી લઈએ છીએ તે પણ સમ્યક્ (ઉચિત) નથી. તેમના (પંડિત ટોડરમલ) અનુસાર ધર્મ પરંપરા નહીં, સ્વપરીક્ષિત સાધના છે.
59
અંધવિશ્વાસ અને અંધપરંપરાના સહારે આપણે સત્યની પ્રાપ્તિ કરી શકતા નથી. સત્યની પ્રાપ્તિ માટે આપણે પૂરી સાવધાની અને સૂઝ-બૂજ સાથે કોઈ સાચા માર્ગદર્શક કે ગુરુની શોધ કરવી પડશે જે આપણને સાચો માર્ગ બતાવીને તથા સત્યનો અનુભવ કરાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે. સાચા ગુરુની પિછાણ કરવામાં સાવધાનીની આવશ્યકતા પર ભાર આપતાં હુકમચંદ ભારિલ્લ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ
ગુરુના સ્વરૂપને સમજવા માટે અત્યંત સાવધાનીની આવશ્યકતા છે, કારણ કે ગુરુ તો મુક્તિના સાક્ષાત્ માર્ગદર્શક હોય છે. જો તેમના સ્વરૂપને સારી રીતે ન સમજી શક્યાં તો ખોટા ગુરુના સંયોગથી ભટકી જવાની સંભાવના અધિક બની રહે છે.
નાથૂરામ ડોંગરીય જૈન પણ અંધવિશ્વાસને ત્યાગીને પહેલા પૂરી સાવધાની સાથે ગુરુની પરખ કરી લેવાની સલાહ આપે છે. તેઓ કહે છેઃ
જ્યારે આપણે પૈસાની હાંડીને પણ ઠોકી વગાડીને મૂલવીએ છીએ તો જે ધર્મ કે દેવ, ગુરુ આદિ દ્વારા આપણે સંસાર-સાગરથી પાર થઈ સાચું સુખ પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ, તેનો આંધળા થઈ સહારો લેવો, ભલે તેનાથી