________________
58
જૈન ધર્મ સાર સંદેશ એનાથી એ સ્પષ્ટ છે કે એક જ સિદ્ધાંતનો સ્વીકાર કર્યા પછી પણ આપણે પોતાના અંધવિશ્વાસ અને ભ્રમને વશ થઈ તેને ભિન્ન-ભિન્ન રૂપમાં સમજીને એક-બીજા સાથે વેર-વિરોધ કરવા લાગીએ છીએ. જો આપણા ધર્મના સિદ્ધાંતો સાચા પણ હોય તો પણ જ્યાં સુધી આપણે તેમને સાચા રૂપમાં સમજતા નથી અને તેમના પર સાચા રૂપમાં અમલ કરતા નથી, ત્યાં સુધી આપણા વેર-વિરોધની સંભાવના બનેલી જ રહેશે. આપણા વેર-વિરોધનું કારણ આપણા મતો અને વિચારોની ભિન્નતા છે અને આ ભિન્નતા ઘણી ખરી આપણા જ્ઞાન, વાતાવરણ, પરંપરા, પરિસ્થિતિઓ આદિ પર નિર્ભર છે. એટલા માટે સર્વ-સાધારણ લોકોની વચ્ચેના મતભેદ પૂરી રીતે દૂર કરી શકવા અત્યંત જ કઠિન છે. આ સંબંધમાં નાથુરામ ડોંગરીય જેને પોતાનો વિચાર આ પ્રમાણે વ્યકત કરે છેઃ
જૈન ધર્મ કહે છે કે અનાદિ કાળથી જ સંસારમાં પ્રત્યેક પ્રાણીના વિચાર એક બીજાથી ભિન્ન રહ્યા છે, અને રહેશે; કારણ કે દરેકના વિચારો તેની પોતાની પરિસ્થિતિ, સમજ અને માનસિક ઈચ્છાઓ તથા આવશ્યક્તાઓ ભિન્ન હોવાથી, એક જેવા થઈ જવા અસંભવ છે. બધાનું જ્ઞાન અને તેનાં સાધનો પણ પરિમિત (સીમિત) અને ભિન્ન છે. આ વાત બીજી છે કે કોઈ વિષય કે વાતના સંબંધમાં એકથી અધિક મનુષ્ય સહમત થઈ ગયા હોય કે થઈ જાય, પરંતુ એ અસંભવ છે કે સંપૂર્ણ મનુષ્યોના વિચાર કોઈ પણ સમયે એક સમાન થઈ જાય.
એવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? જૈન ધર્મની શિક્ષા એ છે કે સૌ પ્રથમ આપણે સ્વયં નિષ્પક્ષ અને ઉદાર દૃષ્ટિ અપનાવીને સત્યની શોધ કરવી જોઈએ અને એની પ્રાપ્તિ માટે અથાક પ્રયત્ન કરવો જોઈએ. પોતાના સમાજમાં જે ધાર્મિક વિશ્વાસ અને વિધિ-વિધાન પરંપરાઓથી ચાલ્યા આવી રહેલા છે તેમને આંખો મીંચીને સ્વીકાર કરી લેવા જોઈએ નહીં, બલકે તેમને સારી રીતે સત્યની કસોટી પર કસીને તેમના ઉચિત કે અનુચિત હોવાની પિછાણ કરીને તેમને સ્વીકાર કે અસ્વીકાર કરવા જોઈએ. આ જ વાતની તરફ સંકેત કરતાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ