________________
57
જૈન ધર્મનું સ્વરૂપ
એકતાને પણ ભંગ કરીને એને વિભિન્ન વર્ગો, જાતિઓ અને સંપ્રદાયોમાં વહેંચી દે છે તથા એક બીજા સાથે લડવા-ઝઘડવામાં ઊલઝાઈ જાય છે.
જો આત્માને પોતાના યથાર્થ સ્વરૂપનો અનુભવ થઈ જાય અને તેને એ પણ સમજમાં આવી જાય કે બધાનો આત્મા એક જેવો જ છે તો પછી આપસમાં વેર-વિરોધ અને લડાઈ-ઝઘડા કરવાનું કોઈ કારણ કે આધાર જ રહેશે નહીં. જે પ્રમાણે બધાનો આત્મા એક સમાન છે તે જ પ્રમાણે સંસારના બધા ધર્મો પણ પોત-પોતાની રીતે એક જ સત્યની તરફ સંકેત કરે છે. પરંતુ આપણે એટલી ખરાબ રીતે ભ્રમનો શિકાર થઈ ગયા છીએ કે આપણને ન પોતાની ઓળખ છે અને ન કોઈ બીજાની. આપણે ન પોતાના ધર્મના મર્મને સમજીએ છીએ અને ન કોઈ બીજાના ધર્મ પર ઊંડાણપૂર્વક વિચાર કરવાની કોશિશ કરીએ છીએ. એટલા માટે અધિકાંશ લોકો માટે ધર્મ એક સંપ્રદાય બનીને રહી ગયો છે અને ઘણા બધાં લોકો જાતીય વિરોધ અને સાંપ્રદાયિક ઝઘડાઓમાં પડીને ધર્મના નામને બદનામ કરી રહ્યા છે. આ સ્થિતિ તરફ ધ્યાન અપાવતાં નાથૂરામ ડોંગરીય જેન કહે છેઃ
પ્રાયઃ એ જોવા મળે છે કે એક સંપ્રદાય બીજા સંપ્રદાય સાથે, એક જાતિ બીજી જાતિ સાથે, એક પાર્ટી બીજી પાર્ટી સાથે, અને ત્યાં સુધી કે એક ભાઈ બીજા ભાઈ સાથે એટલા માટે લડે છે કે તેનાથી ભિન્ન સંપ્રદાય, જાતિ, પાર્ટી કે ભાઈના વિચારો તેના વિચારોથી ભિન્ન છે, તેને અનુકૂળ નથી.
મતભેદ અને દૃષ્ટિકોણની ભિન્નતા માત્રથી ધર્મના નામ પર પ્રાચીન સમયમાં પણ લોકોએ સાંપ્રદાયિકતાના નશામાં ચૂર થઈને પોતાનાથી ભિન્ન સંપ્રદાય અને વિચારના નિરપરાધ લોકો પર જે અસંખ્ય અને નિર્મમ અત્યાચાર કર્યા છે, અને તેમને જીવતા સળગાવીને, કોલુમાં પીલીને, તલવારથી કતલ કરી, દિવાલોમાં ચણાવીને અને ચામડી ખેંચી તેમાં ભૂસું ભરાવીને પોતાના રાક્ષસી કૃત્યો દ્વારા ધર્મના પવિત્ર નામને કલંકિત કરી, ઇતિહાસના પૃષ્ઠોને રક્તરંજિત કર્યા છે તે કોઈ પણ જાણકારી વાચકથી છુપાયેલી નથી.
53