________________
56
જૈન ધર્મ સાર સંદેશ માટે ઉચિત છે કે પ્રાણી માત્ર ઉપર દયા કરે, અહબુદ્ધિ, મમબુદ્ધિને તિલાંજલિ આપે, ત્યારે જ ધર્મની પ્રભાવના થઈ શકે છે.
આ રીતે જૈન ધર્મ અનુસાર પોતાના સુખ અને શાંતિની ઈચ્છા રાખનારા વ્યક્તિએ પોતાની જેમ જ અન્ય જીવોની સુખ-શાંતિનો ખ્યાલ રાખવો આવશ્યક છે. એટલા માટે નાથૂરામ ડોંગરીય જૈન આપણને પોતાની સંકીર્ણ સ્વાર્થપૂર્ણ ભાવનાને ત્યાગવાનો અને ઉદારતાપૂર્વક વિશ્વહિતની કામના કરતાં કરતાં વિશ્વ-પ્રેમની ભાવનાને અપનાવવાનો ઉપદેશ આપે છે. તેઓ કહે છેઃ
જો તમે ખરેખર જ સુખી થવા ઈચ્છો છો અને બીજાઓને સુખી કરીને સંસારમાં શાંતિ સ્થાપિત કરવા ઈચ્છો છો તો સર્વ પ્રથમ વિશ્વપ્રેમના પવિત્ર સૂત્રમાં બંધાઈ જાઓ અને પોતાનાથી ભિન્ન કોઈપણ સંપ્રદાય, જાતિ, વર્ગ કે દેશના મનુષ્યો સાથે ધૃણા અને દ્વેષ ન કરો તથા તેમની સાથે સમાનતા અને પ્રેમનો મિત્રતાપૂર્ણ વ્યવહાર કરો, એટલું જ નહીં; પશુ પક્ષીઓ તથા કીડા મંકોડાઓને પણ પોતાની જેમ જ જીવિત સમજીને નિર્દયતાથી કદી ન સતાવો, અને તેમના પ્રાણોની રક્ષાનું યથાશક્તિ ધ્યાન રાખો. જયાં સુધી એક મનુષ્ય કે પ્રાણી બીજા મનુષ્યો અને પ્રાણીઓને હૃદયથી પ્યાર કરતો નથી અને તેમના દુઃખને પોતાના દુઃખ સમાન અનુભવ કરતો નથી, બલકે તેમને સતાવતો રહે છે અને તેમના સુખની કંઈપણ પરવા કરતો નથી ત્યાં સુધી સંસારમાં શાંતિનું હોવું કઠિન જ નહીં, અસંભવ છે.2
વાસ્તવમાં ધર્મનું મૂળ પ્રયોજન જોડવું છે, તોડવું નહીં. બીજા શબ્દોમાં, એનું પ્રયોજન એકતા લાવવાનું છે, અલગતા પેદા કરવાનું નહીં. આ પ્રમાણે એનો મૂળ ઉદ્દેશ્ય આત્માને પરમાત્મા સાથે એક કરવાનો છે અને સમાજમાં પણ વ્યકિતઓ વચ્ચે એકતા જાળવી રાખવાનો છે. પરંતુ અજ્ઞાનવશ આત્મા અનંતકાળથી રાગ, દ્વેષ અને મોહના પ્રભાવમાં આવીને તથા ક્રોધ, માન, માયા, લોભ આદિ વિકારોથી દુષિત અને પથ-ભ્રષ્ટ થઈને પોતાના મૂળ ઉદેશથી વિમુખ થઈ ગયો છે. એ પરમાત્મા સાથે એક થવા પર ધ્યાન આપતો નથી અને સમાજની