________________
જૈન ધર્મનું સ્વરૂપ
અહિંસાની આ પ્રમુખતા જૈન ધર્મને સાંપ્રદાયિક ધૃણા અને દ્વેષથી દૂર પરસ્પર સદ્ભાવ અને પ્રેમની તરફ પ્રેરિત કરે છે.
55
રાખીને
જૈન ધર્મના વિદ્વાનોએ વારંવાર જૈન ધર્મની ઉદાર દષ્ટિ તરફ આપણું ધ્યાન દોર્યુ છે. ઉદાહરણ માટે, નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ
ન
જૈન ધર્મ કોઈ વ્યક્તિ, વર્ગ, સંપ્રદાય કે જાતિનો ધર્મ ન રહીને પ્રાણી માત્રના હિતોની રક્ષા કરવી અને તેના જીવનને શાંતિપૂર્વક વ્યતીત કરાવીને ઉન્નતિ તરફ લઈ જઈને તેને પરમાત્મપદ પ્રદાન કરવાનો દાવો કરે છે.49
જૈન ધર્મને ‘સાચો ધર્મ' કહીને તેઓ તેને સામાજિક વિષમતા અને દ્વેષનો નાશક તથા સમતા અને પ્રેમનો પ્રચારક બતાવે છે. તેઓ પોતાના વિચારને આ શબ્દોમાં વ્યકત કરે છેઃ
સાચો ધર્મ તે છે જે પ્રાણીઓને સંસારના દુઃખોથી છોડાવીને સાચું સુખ અને શાંતિ પ્રદાન કરે, અને વિષમતા, પારસ્પરિક દ્વેષ અને પાખંડનો નાશ કરી સમતા તથા પ્રેમનો પ્રચારક બને અને આત્માને કર્મ કલંકથી પવિત્ર કરીને પરમાત્મા બનાવી દેવાનું સામર્થ્ય રાખતો હોય. એનાથી વિપરીત કોઈ પણ ધર્મ વાસ્તવિક ધર્મ કહેવડાવી શક્તો નથી.
કેટલાક લોકો ધર્મના ઠેકેદાર બનીને ધર્માત્મા હોવાનો અહંકાર કરે છે અને કોઈ વિશિષ્ટ ધર્મમાં મમત્વની ભાવના રાખીને, અર્થાત્ તેને નિજી ધર્મ સમજીને પક્ષપાત પૂર્ણ દૃષ્ટિથી તેનો પ્રચાર કરતા ફરે છે. તેઓ ભૂલી જાય છે કે બધા મનુષ્યો સમાન રૂપે ધર્મના અધિકારી છે અને ધર્મ કોઈની પૈતૃક સંપત્તિ નથી. આ વાત તરફ સંકેત કરતાં ગણેશપ્રસાદજી વર્ણી ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ
વાસ્તવમાં ધર્મની પ્રભાવના કરવી (મહિમાને ઉજાગર કરવો, તેને પ્રોત્સાહન આપવું) ઇચ્છતા હોય તો જાતીય પક્ષપાત છોડીને પ્રાણીમાત્રનો ઉપકાર કરો, કારણ કે ધર્મ કોઈ જાતિનો પૈતૃક વૈભવ (ધન, સંપત્તિ કે એશ્વર્ય) નથી બલકે પ્રાણી માત્રનો સ્વભાવ ધર્મ છે. અતઃ જેમના માટે ધર્મની પ્રભાવના કરવી ઇષ્ટ છે તો તેમના