________________
© 2જી જૈન ધર્મનું સ્વરૂપ
બધા જ સુખની શોધમાં સાંસારિક વિકારોથી ગ્રસ્ત હોવાના કારણે આત્મા પોતાના પરમસુખમય સ્વરૂપને ખોઈ ચૂક્યો છે અને સંસારના આવાગમનના ચક્રમાં પડીને દુઃખ ભોગવી રહ્યો છે. પરંતુ દુઃખી રહેવું કોઈ પણ ઈચ્છતું નથી. સંસારના બધા પ્રાણી સુખ ચાહે છે અને દુઃખથી ડરે છે. એનું કારણ એ છે કે બધા પ્રાણી મૂળરૂપે ચેતન અને સુખરૂપ છે. એટલા માટે બધામાં સુખનો અનુભવ કરવાની ઈચ્છા હંમેશાં બનેલી રહે છે. તેઓ પોતાના સ્વભાવ-વશ અધિકથીઅધિક સુખ અનુભવવા ઇચ્છે છે. આ પ્રમાણે પોતાના સહજ સ્વભાવના કારણે જ તેમને સુખ પ્રિય લાગે છે અને દુઃખ અપ્રિય માલૂમ પડે છે.
પરમાત્મા અનંત સુખનો ભંડાર છે. જો કે બધા જીવો પરમાત્માનાં જ અવ્યક્ત રૂપ છે, છતાં પણ પરમાત્મા અને જીવમાં અંતર એ છે કે પરમાત્મા પરમ ચેતન અને પરમ આનંદમય છે, તે બધા સદ્ગુણોથી ભરપૂર અને બધા વિકારો અથવા અવગુણોથી રહિત છે તથા પોત-પોતાનામાં પૂર્ણ છે, પરંતુ જીવ અનેક પ્રકારે અપૂર્ણ છે. તેમની ચેતના મંદ પડી ગઈ છે જેનાથી તેમને પોતાના સારા-નરસાની ઠીક રીતે સૂઝ પણ રહી નથી. ઉચિત જ્ઞાન ન હોવાથી તેઓ ભ્રમમાં પડેલા રહે છે અને એવાં કર્મો કરે છે જેમના ફળસ્વરૂપે તેમને સુખના બદલે દુઃખ ભોગવવું પડે છે. આ પ્રમાણે તેઓ જન્મ-મરણના ચક્રમાં પડીને સદા દુઃખના શિકાર બની રહે છે. જ્યાં સુધી તેઓ કોઈ સાચા જ્ઞાનદાતા અને સાચા માર્ગદર્શકના સંપર્કમાં આવતા નથી, તેઓ સંસારના આ દુઃખમય જન્મ-મરણના ચક્રથી છુટકારો મેળવી શકતા નથી.
35