________________
64
જૈન ધર્મઃ સાર સંદેશ
ધર્મ, મંદિરો કે મૂર્તિઓમાં, તીર્થક્ષેત્રો કે ધર્મશાસ્ત્રોમાં ચોંટી રહેનારી વસ્તુ નથી, જેને આપણે ત્યાં પહોંચીને પકડી શકતા કે પ્રાપ્ત કરી શકતા હોઈએ; બલકે ધર્મ તો પોતાના આત્માના જ ઉત્તમ અને સ્વાભાવિક ગુણોનું નામ છે. એ યાદ રાખવું જોઈએ કે મંદિરો, મૂર્તિઓ, તીર્થસ્થાનો અથવા પૂજા, પ્રાર્થના આદિના નામ પર ઉન્મત્ત થઈને બીજાઓ પર તૂટી પડવું અને લોહી વહેવડાવવું ક્યારેય ધર્મ હોઈ શકે નહીં. જે લોકો એવું કરે છે તેઓ દુનિયાને જ નહીં, બલકે પોતાની–જાતને પણ દગો આપે છે અને ધર્મના નામ પર પાપ કરીને ધર્મને કલંકિત કરે છે.67
...
જ્યાં ધર્મના નામ પર વેર-વિરોધ કરીને એક બીજાનું લોહી વહેવડાવવામાં આવે છે કે જ્યાં બલિ ચઢાવવા માટે પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે, તેને ધર્મ નહીં, બલકે ઘોર અનર્થ અને અંધવિશ્વાસ કહેવો જોઈએ. ગણેશપ્રસાદ વર્ણીનું કથન છેઃ
:
જ્યાં પ્રાણીઘાતને ધર્મ બતાવવામાં આવે તેમનામાં દયાનો અભાવ છે, જ્યાં દયાનો અભાવ છે ત્યાં ધર્મનો અંશ નથી.68
ધર્મગ્રંથોનું અઘ્યયન અને તેમનો પાઠ પણ આત્મનિર્મળતા કે આત્મસ્વરૂપની ઓળખ વિના વ્યર્થ જ છે, જેવું કે ગણેશપ્રસાદ વર્ણીએ સ્પષ્ટ કહ્યું છેઃ
માત્ર શાસ્ત્રનું અઘ્યયન સંસાર-બંધનથી મુક્ત કરવાનો માર્ગ નથી. પોપટ રામ–રામ રટે છે, પરંતુ તેના મર્મથી અજાણ (અનભિજ્ઞ) જ રહે છે. એવી જ રીતે અનેક શાસ્ત્રોનો બોધ થવા છતાં જેણે પોતાના હૃદયને નિર્મળ બનાવ્યું નથી તેનાથી જગતનું કોઈ કલ્યાણ થઈ શક્યું નથી. કાનજી સ્વામીએ પણ એવો જ વિચાર વ્યક્ત કર્યો છે. તેઓ કહે છેઃ
જો આત્મસ્વભાવની ઓળખ ન કરે તો તેવા જીવનો હજારો શાસ્ત્રોનો અભ્યાસ પણ વ્યર્થ છે - આત્મકલ્યાણનું કારણ નથી. જીવ જો માત્ર શાસ્ત્રજ્ઞાન કરવામાં જ લાગેલો રહે, પરંતુ શાસ્ત્રની તરફના