________________
65
જૈન ધર્મનું સ્વરૂપ
વિકલ્પોથી પર – એવો જે ચૈતન્ય આત્મસ્વભાવ છે, તે તરફ ઉન્મુખ ન થાય તો તેનો ધર્મ થતો નથી, સમ્યજ્ઞાન થતું નથી.70
ધર્મના નામ પર કેટલાય લોકો પરંપરાગત રૂઢિઓથી બંધાઈ જાય છે અને પોતાના સમાજ, કુળ કે જાતિની રીતિઓને કદી પારખવાની કોશિશ કરતા નથી. વગર વિચાર્યું કે આ રીતિઓ ધર્મને અનુકૂળ છે કે પ્રતિકુળ - તેઓ તેમને પકડી રાખે છે. પછી કેટલાક લોકોના મનમાં એવી ધારણા છે કે કેવળ તેઓ જ પોતાના ઊંચા કુળ કે જાતિને કારણે ધર્મના અધિકારી છે. જૈન ધર્મ આવા રૂઢિવાદી વિચારોનો સ્વીકાર થતો નથી. પંડિત ટોડરમલે સ્પષ્ટ કહ્યું છેઃ
ત્યાં કેટલાયે જીવ કુળ પ્રવૃતિથી અથવા દેખા-દેખી લોભાદિના અભિપ્રાયથી ધર્મ સાધે છે, તેમને તો ધર્મદષ્ટિ નથી.71
જૈન ધર્મ અનુસાર કોઈ પણ કુળમાં જન્મ લેવાથી કોઈ મોટો કે નાનો હોતો નથી. મનુષ્ય પોતાના સમ્યક્ટર્શન, જ્ઞાન અને આચરણથી મોટો હોય છે. એની તરફ ઇશારો કરતાં પંડિત હીરાલાલ જૈન કહે છેઃ
નીચ કુળમાં જન્મેલો ચંડાળ પણ જો સમ્યદર્શનથી યુક્ત છે, તો શ્રેષ્ઠ છે – તેથી પૂજ્ય છે. પરંતુ ઊંચા કુળમાં જન્મ લઈને પણ જેઓ મિથ્યાત્વ-યુક્ત છે, તેઓ શ્રેષ્ઠ અને આદરણીય નથી.22 નાથૂરામ ડોંગરીય જૈન પણ કહે છેઃ ધર્મના નામ પર ક્યારેક-ક્યારેક કેટલીય લોકરૂઢિઓ પણ પ્રચલિત થઈ જાય છે.... જો કોઈ રૂઢિના સેવનથી આપણી ધાર્મિક શ્રદ્ધામાં દોષ લાગતો હોય કે આપણા આચરણમાં શિથિલતા પેદા થવાની સંભાવના હોય, અથવા જેમાં ધર્મનો લેશ પણ નથી અને તેના સેવનથી પાપ વધતું હોય, કે આપણું જીવન કષ્ટમય થતું હોય તો તેને તરત જ ત્યાગી દેવું જોઈએ.
કોઈ વિશેષ પ્રકારની વેશભૂષા ધારણ કરવાથી પણ કોઈ ધર્માત્મા કે મોક્ષમાર્ગી બની જતા નથી. ગણેશપ્રસાદ વર્ણીએ સ્પષ્ટ ઘોષણા કરી છેઃ