________________
66
જૈન ધર્મઃ સાર સંદેશ
વેશમાં મોક્ષ નથી, મોક્ષ તો આત્માનું સ્વતંત્ર પરિણમન છે.4
ભગવતી આરાધના મૂલ ગ્રંથમાં પણ બગલાનું દૃષ્ટાંત આપીને કહેવામાં આવ્યું છેઃ
જો કોઈ મુનિનું આચરણ ઉપરથી સારું અથવા નિર્દોષ દેખાય છે પરંતુ તેની અંદરના વિચાર કષાય (ક્રોધ, માન, માયા, લોભ આદિ)થી મિલન, અર્થાત્ ગંદા છે, તો તેનું આ બાહ્યાચરણ, ઉપવાસ, અવમૌદર્યાદિક તપ (પોતાના સ્વાભાવિક આહારથી ઓછો આહાર લેવાનું તપ) તેની કોઈ ઉન્નતિ કરતા નથી, કારણ કે ઇંદ્રિય કષાયરૂપ, અંતરંગ મલિન પરિણામોથી તેનું અત્યંતર તપ નષ્ટ થયેલું હોય છે, જેમ બગલો ઉપરથી સ્વચ્છ અને ધ્યાન ધારણ કરતો દેખાય છે, પરંતુ અંતરંગમાં માછલી મારવાના ગંદા વિચારોથી જ યુક્ત હોય છે.75
સુધર્મોપદેશામૃતસાર માં પણ એવો જ વિચાર વ્યક્ત કરતાં આચાર્ય કુંથુસાગરજી કહે છેઃ
જેઓ ફક્ત વેશ ધારણ કરીને સંસારને ઠગતા ફરે છે એવા સાધુઓમાં વૈરાગની સત્તા ક્યારેય હોઈ શક્તી નથી.7
આંતરિક નિર્મળતા વિના કેવળ બાહ્ય વેશ ધારણ કરી લેવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
જૈન ધર્મ અનુસાર વેશધારી પાખંડીઓને આદર-સત્કાર આપવો મૂર્ખતા છે, જેમ કે જૈનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે પરિગ્રહ (ધન-સંચય કરવાની પ્રવૃત્તિ) આરંભ અને હિંસાથી યુક્ત છે, જેઓ સંસારરૂપી સમુદ્રના વમળમાં પડીને ડુબકીઓ લઈ રહ્યા છે, એવા પાખંડી વિવિધ વેશધારી ગુરુઓનો કોઈ સિદ્ધિ આદિ મેળવવાની અભિલાષાથી આદર-સત્કાર કરવો એ પાખંડી મૂઢતા જાણવી જોઈએ.77