________________
67
જૈન ધર્મનું સ્વરૂપ
બધા એ સ્વીકાર કરે છે કે સાંસારિક વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રતિ મોહ કે આસકિત બંધનનું કારણ છે. એને છોડ્યા વિના મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે પ્રાચીન કાળથી જ કેટલાક લોકોની વચ્ચે એવી ધારણા ચાલી આવી રહી છે કે મુક્તિની ઇચ્છા રાખનારાઓને ઘર-બાર, ધન-સંપત્તિ આદિ બધું જ છોડીને જંગલો કે પહાડોમાં ચાલ્યા જવું જોઈએ. કેટલાક સાધકો તો કોઈની સાથે બોલવું પણ ઠીક નહીં સમજીને મૌન ધારણ કરી લે છે અને કેટલાક પહેરવાના વસ્ત્રોનો પણ પૂર્ણ ત્યાગ કરવો આવશ્યક સમજે છે. આવા વિચારોના ઘણા બધા સમર્થકો અને અનુયાયીઓ આજે પણ જોવા મળે છે.
અહીં એ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે સઘળું છોડીને જંગલો કે સૂમસામ સ્થાનોમાં ચાલ્યા જવા છતાં પણ મન તો સાથે જ જાય છે અને મનની અંદરથી સાંસારિક વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રત્યેની ચિરકાળથી જામેલી આસક્તિઓ અથવા મોહને અચાનક કાઢી શકાતો નથી. પરંતુ સંસાર પ્રતિ મોહ કે આસક્તિને પોતાના મનમાંથી કાઢવો તે ચોકકસપણે કેવળ બાહ્ય ત્યાગ કરવા કરતાં વધારે આવશ્યક છે. જો કોઈ સાધક ઘર-બાર છોડ્યા વિના પોતાની દૃઢ સાધના દ્વારા સાંસારિક મોહ અને આસક્તિઓથી ઉપર ઉઠી જાય તો તે ઘરમાં રહેવા છતાં પણ પૂર્ણ ઉદાસીન, વીતરાગી કે વૈરાગી બની શકે છે. આ તથ્યની તરફ સંકેત કરતાં ગણેશપ્રસાદ વર્ણી કહે છેઃ
:
મોહને નષ્ટ કરવો એ સંસારના બંધનથી મુક્ત થવું છે.
બધી વેદનાઓનું મૂળ કારણ મોહ જ છે. જ્યાં સુધી આ પ્રાચીન રોગ આત્માની સાથે રહેશે ભીષણમાં ભીષણ દુઃખોનો સામનો કરવો પડશે.
જ્યાં સુધી મોહ છૂટ્યો નથી ત્યાં સુધી અશાંતિ છે. જો તે છૂટી જાય તો આજેશાંતિ મળી જાય.
જેણે મોડ પર વિજય મેળવ્યો તે જ સાચો વિજયી છે, તેની જ ડગમગતી જર્જર જીવન-નૈયા સંસાર-સાગર પાર થવાને સંમુખ છે.
કલ્યાણનું કારણ અંતરંગની નિર્મળતા છે ન કે ઘર છોડવું અને મોન લઈ લેવું.