________________
જૈન ધર્મ સાર સંદેશ જો ઘર છોડવાથી શાંતિ મળે તો તે ઘર છોડવું સર્વથા ઉચિત છે. જો એનાથી વિપરીત આકુળતાનો સામનો કરવો પડે તો ગૃહત્યાગથી શું લાભ?
જેમનો આત્મા આંતરિક ભાવથી નિર્મળ થઈ ગયો છે તે વેપાર આદિ કાર્ય કરતો હોવા છતાં પણ અકર્તા છે અને જેમનો આત્મા આંતરિક ભાવથી મલિન છે તે બહારથી દિગંબર થઈને કાર્ય ન કરતો હોવા છતાં પણ કર્તા છે.
કષાય (ક્રોધ, માન, માયા, મોહ આદિ)ના અસ્તિત્વમાં ભલે નિર્જન વનમાં રહો, ભલે પેરિસ જેવા શહેરમાં રહો, સર્વત્ર જ આપત્તિ છે. એ જ કારણ છે કે મોટી દિગંબર પણ મોક્ષમાર્ગથી પરાક્ષુખ (વિમુખ) છે અને નિર્મોહી (મોહરહિત) ગૃહસ્થ મોક્ષમાર્ગને સમ્મુખ છે.*
આ સંબંધમાં હુકમચંદ ભારિë કુંદ કુંદાચાર્યના અટપાહુડ ગ્રંથના વિચારોનો ઉલ્લેખ આ શબ્દોમાં કર્યો છેઃ
કુંદકુંદાચાર્યએ બાહ્યમાં નગ્ન-દિગમ્બર હોવા છતાં પણ જે અંતરમાં મોહ-રાગ-દ્વેષથી યુક્ત હોય, તેમનામાં પણ ગુરુત્વનો નિષેધ કરીને સાવધાન કર્યા છે. તેઓ લખે છેઃ
દ્રવ્યથી (વસ્તુત:) બાહ્યમાં તો બધા પ્રાણી નગ્ન જ હોય છે. નારકી જીવ અને તિર્થન્ચ જીવ તો નિરંતર વસ્ત્રાદિથી રહિત નગ્ન જ રહે છે.
મનુષ્યાદિ પણ કારણ જોઈને નગ્ન થતા જોવા મળે છે તો પણ તેઓ બધા પરિણામોથી અશુદ્ધ છે, અતઃ ભાવશ્રમણપણા (સાધુત્વ-ભાવ)ને પ્રાપ્ત થતાં નથી.
જિન-ભાવનાથી રહિત અર્થાત્ સમ્યગ્દર્શનથી રહિત નગ્ન-શ્રમણ હંમેશાં દુઃખ પામે છે, સંસાર-સાગરમાં ભ્રમણ કરે છે અને તે બોધિ અર્થાત્ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને ચિરકાળ સુધી પામતો નથી.” જેનામામૃતમાં પણ કહેવામાં આવ્યું છેઃ