________________
304
જૈન ધર્મ સાર સંદેશ કહેવામાં આવે છે. એમાં પણ ક્રમિક વિકાસ થાય છે. જેમ-જેમ આ નિર્વિકલ્પ ધ્યાન ગહન, સૂક્ષ્મ અને સ્થિર થતું જાય છે તેમ-તેમ ધ્યાન પણ ઉચ્ચતર કોટિનું થતું જાય છે. ધ્યાનની ગહનતા, સૂક્ષ્મતા અને સ્થિરતા એક-બીજા પર નિર્ભર છે. જેમ-જેમ ધ્યાન ગહન થતું જાય છે તેમ-તેમ તે અધિક સૂક્ષ્મ થતું જાય છે અને તે ધ્યાનમાં અધિક આનંદ આવવાથી તેમાં સ્થિરતા પણ વધતી જાય છે. અંતમાં ધ્યાન અત્યંત ગહન, સૂક્ષ્મ અને સ્થિર થઈને પરમાત્મ
સ્વરૂપમાં નિષ્ફમ્પ ભાવથી ટકી જાય છે. તે અવસ્થાને જૈનધર્મમાં શૂન્ય ધ્યાન કહેવામાં આવે છે.
સવિકલ્પ અને નિર્વિકલ્પ ધ્યાન અથવા સમાધિનો ભેદ બતાવતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છે.
નિશ્ચય મોક્ષમાર્ગના બે ભેદ (સ્તર) છે - સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પમાં “અહં બ્રહમાસ્મિ' (હું બ્રહ્મા છું) - એવો ભાવ આવે છે. નિર્વિકલ્પને વીતરાગ અવસ્થા અર્થાત્ સ્વસંવેદન (આત્માનુભવની એકતા અથવા અભેદ ભાવ) કહેવામાં આવે છે. 80
જેને સિદ્ધાંત કોશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે નિર્વિકલ્પ સમાધિને જ શુક્લધ્યાન અથવા રૂપાતીત ધ્યાન કહે છે:
ધ્યાન કરતા સાધુને બુદ્ધિપૂર્વક રાગ સમાપ્ત થઈ ગયા બાદ જે નિર્વિકલ્પ સમાધિ પ્રગટ થાય છે, તેને શુક્લધ્યાન કે રૂપાતીત ધ્યાન કહે છે. એની પણ ઉત્તરોત્તર વૃદ્ધિગત ચાર શ્રેણીઓ છે. પહેલી શ્રેણીમાં અબુદ્ધિપૂર્વક જ જ્ઞાનમાં શેય પદાર્થોની તથા યોગ પ્રવૃતિઓ (કાયિક, વાચિક અને માનસિક પ્રવૃતિઓ)ની સંક્રાંતિ (પરિવર્તન) થતી રહે છે, આગળની શ્રેણીઓમાં એ પણ રહેતી નથી. ધ્યાન રત્નદીપકની જ્યોતિની જેમ નિષ્ઠપ થઈને સ્થિર થાય છે.
નિયમસાર તાત્પર્યવૃત્તિમાં આ ધ્યાનને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છેઃ