________________
305
અંતર્મુખી સાધના
ધ્યાન, ધ્યેય, ધ્યાતા, ધ્યાનનું ફળ આદિના વિવિધ વિકલ્પોથી વિમુક્ત (નિર્વિકલ્પ), અંતર્મુખાકાર, સમસ્ત ઇંદ્રિય સમૂહના અગોચર, નિરંજન, નિજ પરમતત્ત્વ (પરમાત્વસ્વરૂપ)માં અવિચળ સ્થિતરૂપ ધ્યાન તે નિશ્ચય (ચોક્કસ) શુક્લ ધ્યાન છે.82
જ્યારે ધ્યાનમાં લીન ધ્યાનીના બધા વિકલ્પ મટી જાય છે અને તે બધા વિષયોને ભૂલીને તથા મંત્ર-સ્મરણ કે અન્ય ધ્યેય વસ્તુને પણ છોડીને શૂન્યવત્ બનીને કેવલજ્ઞાન (સર્વજ્ઞતા)માં નિષ્કપ ભાવથી સ્થિર થઈ જાય છે તો તેના ધ્યાનને શૂન્ય ધ્યાન કહેવામાં આવે છે.
શણસાર (જ્ઞાનસાર)માં શૂન્ય ધ્યાનના સ્વરૂપને આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
પરમાર્થથી સાલંબન ધ્યાન (ધર્મધ્યાન)ને જાણીને તેને છોડવું જોઈએ તથા ત્યારબાદ નિરાલંબન ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. પ્રથમ દ્વિતીય આદિ શ્રેણીઓને પાર કરતાં કરતાં તે યોગી ચરમસ્થાનમાં પહોંચીને સ્થૂળતઃ શૂન્ય થઈ જાય છે. કારણ કે રાગાદિથી મુક્ત, મોહ રહિત, સ્વભાવ પરિણત (આત્મભાવમાં લીન) જ્ઞાન જ જિનશાસનમાં શૂન્ય કહેવામાં આવે છે. જે ધ્યાનમાં ન તો ઇંદ્રિય વિષય છે, ન મંત્ર-સ્મરણ (મંત્રનું સુમિરન) છે, ન કોઈ ધ્યાન કરવાની વસ્તુ છે, ન કોઈ ધારણા સ્મરણ છે; ક્વલજ્ઞાન પરિણતિ (ક્વલ જ્ઞાનમાં સ્થિતિ) જ છે અને જે આકાશ ન હોવા છતાં પણ આકાશવત્ નિર્મળ છે, તે શૂન્ય ધ્યાન કહેવાય છે.
હું કોઈનો નથી, પુત્રાદિ કોઈ પણ મારા નથી, હું એકલો છું; શૂન્ય ધ્યાનના જ્ઞાનમાં યોગી આ પ્રકારના પરમ સ્થાનને પ્રાપ્ત કરે છે. મન, વચન, કાય, મત્સર, મમત્વ, શરીર, ધન ધાન્ય આદિથી હું શૂન્ય છું આ પ્રકારના શૂન્ય ધ્યાનથી યુક્ત યોગી પુણ્ય-પાપથી લિપ્ત થતો નથી. હું શુદ્ધાત્મા છું, જ્ઞાની છું, ચેતન ગુણ સ્વરૂપ છું, એક છું, આ પ્રકારના ધ્યાનથી યોગી પરમાત્મ સ્થાનને પ્રાપ્ત કરે છે. અત્યંતરને