________________
310
જૈન ધર્મ સાર સંદેશ સદેવ આસક્ત, આકુળ અને ઉદ્વિગ્ન રહે છે, અતઃ ધ્યાનનો સંબંધ ગૃહી જીવન કે મુનિ જીવન સાથે ન રહીને ચિત્તની વિશુદ્ધિ સાથે છે. ચિત્ત જેટલું વિશુધ્ધ હશે ધ્યાન તેટલું જ સ્થિર હશે.90
એનાથી સ્પષ્ટ છે કે ગૃહસ્થ પણ પોતાના ચિત્તને વિશુદ્ધ કરીને તથા મોહરહિત કે અનાસક્ત થઈને મુનિના સમાન જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. મોક્ષ પ્રાપ્તિ માટે સાધુ-સંન્યાસી નો વેશ ધારણ કરવો આવશ્યક નથી. જૈનધર્મામૃત અને રત્નકર૭ શ્રાવકાચારમાં સ્પષ્ટ રૂપથી મોહરહિત ગૃહસ્થને મોહગ્રસ્ત મુનિથી શ્રેષ્ઠ બતાવતાં કહેવામાં આવ્યું છેઃ
મોહરહિત સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ મોક્ષમાર્ગ પર સ્થિત છે પરંતુ મોહવાન્ - મુનિ મોક્ષમાર્ગ પર સ્થિત નથી, કારણ કે મોહી મુનિથી નિર્મોહી ગૃહસ્થ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.”
આ જ પ્રમાણે કોઈ પણ પારમાર્થિક સાધનાના સંબંધમાં જાતિ અને કુળનો વિચાર કરવો પણ વ્યર્થ છે. જેનામામૃતનું સ્પષ્ટ કથન છેઃ
નીચ કુળમાં જન્મેલો ચાંડાળ પણ જો સમ્યગ્દર્શનથી યુક્ત છે, તો શ્રેષ્ઠ છે – અતઃ પૂજ્ય છે. પરંતુ ઉચ્ચ કુળમાં જન્મ લઈને પણ જે મિથ્યાત્વયુક્ત છે, તેઓ શ્રેષ્ઠ અને આદરણીય નથી.92
અહીં એ પણ યાદ રાખવું આવશ્યક છે કે પોતાની ઊંચી જાતિ, કુળ, શારીરિક રંગ-રૂપ, ધન-સંપત્તિ, બળ-બુદ્ધિ કે અન્ય કોઈ પણ પ્રકારનું અભિમાન, ધ્યાન કે ધાર્મિક સાધના માટે બાધક છે. બીજાને નીચી નજરે જોનારો અને તેમનું અપમાન કરનારો સ્વયં જ નીચે પડે છે અને અપમાનિત થાય છે, જેમ કે રત્નકર૭ શ્રાવકાચારમાં કહેવામાં આવ્યું છેઃ
જ્ઞાન, પૂજા (આદર, સત્કાર), કુળ, જાતિ, બળ, ધનસંપત્તિ, તપસ્યા અને શરીર – આ આઠેયને લઈને ગર્વ કરવાને નિરહંકાર આચાર્યોએ (આઠ પ્રકારના) મદ કહ્યો છે. જે ઘમંડી વ્યક્તિ પોતાના ઘમંડમાં