________________
અંતર્મુખી સાધના
309
વાસ્તવમાં ધ્યાનમાં સફળ થવા માટે રાગ, દ્વેષ અને મોહથી ઉપર ઊઠીને અનાસક્ત કે નિર્લિપ્ત જીવન વિતાવવાનો પ્રયાસ કરવો આવશ્યક બને છે
અને આ કાર્ય ગૃહસ્થ અને સંન્યાસી બન્ને માટે કઠિન અવશ્ય છે, પરંતુ ઉચિત સાહસ, પૂર્ણ વિશ્વાસ અને દૃઢ સંકલ્પ અને અડગ અભ્યાસ દ્વારા આ કઠિનાઈ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે,બીજા શબ્દોમાં, દૃઢ સંકલ્પ અને અડગ અભ્યાસ દ્વારા ગૃહસ્થ અને સંન્યાસી - બન્ને જ ધ્યાનની સાધનામાં સફળ થઈ શકે છે.
આ જ વિચારને પ્રગટ કરતાં સાગરમલ જૈન કહે છેઃ
અનેક
સમ્યક્ દૃષ્ટિ ગૃહસ્થ એવા હોય છે જે જળમાં કમળવત્ ગૃહસ્થ
જીવનમાં અલિપ્ત ભાવથી રહે છે. એવા વ્યક્તિઓ માટે ધર્મધ્યાનની સંભાવનાનો અસ્વીકાર કરી શકાતો નથી.89
પોતાના વિચારને સ્પષ્ટ કરતાં તેઓ પછી કહે છેઃ
વ્યકિતમાં મુનિ વેશ ધારણ કરવા માત્રથી ધ્યાનની પાત્રતા આવતી નથી. પ્રશ્ન એ નથી કે ધ્યાન ગૃહસ્થને સંભવ થશે કે સાધુને? વસ્તુતઃ નિર્લિપ્ત જીવન જીવનારો વ્યકિત ભલે તે સાધુ હોય કે ગૃહસ્થ, તેના માટે ધર્મધ્યાન સંભવ થઈ શકે છે. બીજી બાજુ આસક્ત, દંભી અને સાકાંક્ષ વ્યકિત, ભલે તે મુનિ જ કેમ ન હોય, તેના માટે ધર્મધ્યાન અસંભવ હોય છે. ધ્યાનની સંભાવના સાધુ અને ગૃહસ્થ હોવા પર નિર્ભર કરતી નથી. તેની સંભાવનાનો આધાર જ વ્યકિતના ચિત્તની નિરાકુળતા કે અનાસક્તિ છે. જે ચિત્ત અનાસક્ત અને નિરાકુળ છે, પછી તે ચિત્ત ગૃહસ્થનું હોય કે મુનિનું, એનાથી કોઈ અંતર પડતું નથી. ધ્યાનના અધિકારી બનવા માટે આવશ્યક એ છે કે વ્યકિતનું માનસ નિરાકાંક્ષ, અનાકુળ અને અનુદ્વિગ્ન રહે. એ અનુભૂત સત્ય છે કે કોઈ વ્યક્તિ ગૃહસ્થ જીવનમાં રહીને પણ નિરાકાંક્ષ, અનાકુળ અને અનુદ્વિગ્ન બનેલો રહે છે. બીજી બાજુ કેટલાક સાધુ, સાધુ થઈને પણ