________________
જૈન ધર્મઃ સાર સંદેશ
શોધમાં નીકળ્યા અને પોતાની સાધનામાં સફળતા પ્રાપ્તને કરી ઘણાઓને સત્યનો માર્ગ બતાવ્યો. જ્ઞાનાર્ણવમાં પણ આ જ પરંપરાની તરફ સંકેત કરતાં કહેવામાં આવ્યું છેઃ
308
ગૃહસ્થગણ ઘરમાં રહીને પોતાના ચપળ (ચંચળ) મનને વશ કરવામાં અસમર્થ હોય છે, તેથી જ ચિત્તની શાંતિ અર્થે સત્પુરુષોએ ઘરમાં રહેવાનું છોડી દીધું છે અને તેઓ એકાંત સ્થાનમાં રહીને ધ્યાનસ્થ થવામાં ઉદ્યમી થયા છે.87
એનાથી એ ખબર પડે છે કે ગૃહસ્થ-જીવનમાં ધ્યાન કરવું કઠિન માનવામાં આવ્યું છે. પરંતુ ગૃહસ્થ-જીવનને ત્યાગીને જંગલ કે સૂમસામ જગ્યામા રહેવું પણ તો કંઈ ઓછું કઠિન કામ નથી. શરીરના પાલન-પોષણ, આવાસ, ચિકિત્સા આદિ માટે જંગલનું એકાંત જીવન આસાન કેવી રીતે હોઈ શકે છે? પછી પોતાના મનને પૂરો સમય ચિંતામુક્ત રાખીને ધ્યાનમાં લગાવી રાખવાનું કામ પણ કોઈ વિરલા જ કરી શકે છે. આ પ્રમાણે સાધક ભલે ગૃહસ્થ હોય કે સંન્યાસી – કઠિનાઈઓનો સામનો બન્ને જ પ્રકારના સાધકોએ કરવો પડે છે. કોઈ પણ મહાન કાર્ય કઠિનાઈઓનો સામનો કર્યા વિના સંભવ નથી. પરમાર્થની પ્રાપ્તિ કરવી ચોકકસ જ બહાદુરોનું કામ છે, કાયરોનું નહીં. એટલા માટે એ માનવું કે માત્ર મુનિજન કે સાધુ-સંન્યાસી જ ધ્યાન કરી શકે છે અને ગૃહસ્થને માટે ધ્યાન કરવું અસંભવ છે (જેમ કે શુભચંદ્રાચાર્ય માને છે), યુક્તિ સંગત પ્રતીત થતું નથી.
88
જો એક તરફ બુદ્ધ અને મહાવીર જેવા પરમાર્થની પ્રાપ્તિ કરનારા ગૃહત્યાગીઓનાં ઉદાહરણ છે તો બીજી તરફ બુદ્ધના જ પ્રસિદ્ધ ગૃહસ્થ શિષ્ય વિમલકીર્તિ (જેમના મહિમા અને તેજસ્વિતાથી બુદ્ધના પ્રધાન ભિક્ષુ શિષ્ય સારિપુત્ર, આનંદ આદિ પ્રભાવિત હતા) અને રાજા જનકનું ઉદાહરણ છે, જેમના વિશે કહેવામાં આવે છે કે એમણે ગૃહસ્થ જીવનમાં રહીને પણ પોતાની પારમાર્થિક સાધનામાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી લીધી હતી. એટલા માટે ગૃહસ્થ માટે નિશ્ચિત રૂપથી ધ્યાનની સાધના અને પરમાર્થની પ્રાપ્તિને અસંભવ ઘોષિત કરવું ઉચિત પ્રતીત થતું નથી.