________________
ગુરુ
તારી શક્તિ અપરંપાર અસીમ છે. પોતાનાથી ભિન્ન (પર)માં આત્મભાવના કરવાના કારણે જ તું ભવ (સંસારચક્ર)માં પડેલો છે, અને તેં પોતાના સંસારનો વિસ્તાર કર્યો છે. હવે આત્મભાવના કે આત્મધ્યાન દ્વારા તું પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે જે અવિનાશી, અનુપમ, નિર્મળ, અચલ, પરમપદરૂપ, સારતત્ત્વ, સત-ચિત્આનંદમય, અવિકારી, ચેતન, અરૂપી, અજર અને અમર છે. તો પછી આવી ભાવના કેમ ન કરવામાં આવે?છ
205
શરીર અને ઇંદ્રિયોના સુખ-આરામમા ભૂલીને આત્મજ્ઞાન અને આત્મસુખની પ્રાપ્તિમાં શિથિલતા કે લાપરવાહી દેખાડવી મોટી ભૂલ છે. આત્મજ્ઞાનથી જ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે શિષ્યે શરીરાદિની તુલનામાં પોતાના આત્માને સંવારવાનો અને તેને રત્નત્રયના અલંકારથી સુશોભિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને સમજાવતાં કાનજી સ્વામી કહે છેઃ
જીવ વ્યર્થનો મોહ કરીને દુઃખી થાય છે. મારી માતા, મારો પુત્ર, મારી પુત્રી, મારી બહેન, મારો ભાઈ – એવું મમત્વ કરે છે, પરંતુ હે જીવ! તું તો જ્ઞાન છે, તું તો આનંદ છે; આમ પોતાના જ્ઞાન-આનંદને અનુભવમાં લે; તેઓ તારાથી ક્યારેય જુદા થશે નહીં. માતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-બહેન તો જુદા જ છે; તેઓ જો આત્માના જ હોત તો જુદા શા માટે પડત? અને તેમના વિના આત્મા કેવી રીતે ટકતે? આત્મા તો તે બધાંથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે; તેનું જ્ઞાન તેનાથી ક્યારેય જુદું પડતું નથી! એવા જ્ઞાનસ્વરૂપથી જ્યારે પોતાને અનુભવમાં લઈએ ત્યારે જ આત્માનું સાચું જ્ઞાન થાય છે અને ત્યારે જ આત્માને પરથી ભિન્ન માનવો કહેવાય છે. શરીર સુંદર હોય કે કુરૂપ તે જડનું રૂપ છે, આત્મા તે રૂપ ક્યારેય થયો નથી. જે જડ છે તે ત્રણેય કાળ જડ જ રહે છે, અને જે ચેતન છે તે ત્રણેય કાળ ચેતન જ રહે છે. જડ અને ચેતન ક્યારેય પણ એક થતા નથી; શરીર અને આત્મા જુદા જ છે. આવા આત્માને અનુભવમાં લેવાથી સમ્યગ્દર્શન થઈને અપૂર્વ શાંતિ થાય છે. આવા આત્માની ધર્મ દ્રષ્ટિ વિના મિથ્યાત્વ
દેવ