________________
160
જૈન ધર્મ સાર સંદેશ જેવી રીતે કોઈ આંધળો મનુષ્ય માઈલો લાંબા પહોળા કિલ્લામાં (પરકોટા) ભટકી રહ્યો છે જેમાં ફક્ત એક જ દ્વાર બહાર નીકળવા માટે બનેલું છે. તે બિચારો આંધળો દિવાલના સહારે હાથોથી ફંફોળતાં તે કિલ્લાનું ચક્કર લગાવે છે. ચક્કર લગાવતાં-લગાવતાં
જ્યારે તે દ્વારે આવે છે ત્યારે દુર્ભાગ્યથી તેને ક્યારેક ખંજવાળ આવી જાય છે જેને ખંજવાળવા માટે ચાલતાં-ચાલતાં જેવો જ હાથ ઉઠાવે છે કે તે દ્વાર નીકળી જાય છે, ફરી આખું ચક્કર લગાવવું પડે છે. ક્યારેક તે જ દ્વાર આવતાં છાતીમાં પીડા થવા લાગે છે, ત્યારે ફંફોળનારો હાથ છાતી પર જઈ લાગે છે, સમીપ આવેલો દ્વાર છુટી જાય છે. ફરી તેણે પૂરું ચક્કર લગાવવું પડે છે. આવી જ રીતે જન્મભર ચક્કર લગાવતાં-લગાવતાં બિચારો તે કિલ્લામાંથી બહાર નીકળી શકતો નથી. આવી જ રીતે સંસારી જીવને બંદીગૃહ (જેલ)માં ચક્કર લગાવતાં-લગાવતાં એક મનુષ્યભવ એવો મળે છે જેના દ્વારથી આ સંસારના બંદીઘરમાંથી બહાર નીકળી શકે છે. પરંતુ તે સમયે ઘર, પરિવાર, મિત્ર, પરિકર (ઘરના લોકો), ધનસંચયના મોહમાં આવીને પોતાનો સમય વિતાવી દે છે. મનુષ્ય ભવ ગયો કે સંસારની જેલમાંથી નીકળવાનું દ્વાર પણ જીવના હાથ માંથી નીકળી ગયું. જ્યારે ક્યારેક પણ સૌભાગ્યથી મનુષ્યનું શરીર મળ્યું ત્યારે ફરી પુત્ર-મોહ, શત્રુ-દ્વેષ, કન્યાના જીવનની ચિંતા, દરિદ્રતા સાથે યુદ્ધ વગેરેમાં ફસાઈને તે સુવર્ણ (સોનેરી) અવસરનો લાભ લઈ શકતો નથી. 4
જે મનુષ્ય-જીવનના સોનેરી અવસરનો લાભ ઉઠાવતો નથી તેણે ફરી ચોરાસી લાખ યોનિઓના ચકકરમાં પડીને ઘોર દુઃખ ઉઠાવવું પડે છે. કુંથસાગરજી મહારાજે આવા મનુષ્યની ઉપમા તેલીના બળદ દ્વારા આપી છે જે કોલુની ચારેય તરફ ચક્કર લગાવતો રહે છે. તેઓ કહે છેઃ
જે પ્રમાણે તેલીનો બળદ આંખો પર પટ્ટી બાંધીને ઘાણીની ચારેય તરફ ઘૂમ્યા કરે છે તે જ પ્રમાણે આ સંસારી જીવ પણ મિથ્યાત્વ