________________
જીવ, બંધન અને મોક્ષ
છે. માનસિક (અંતરંગ કે અંતર્મુખી) તપોમાં પણ સર્વોત્તમ તપ જે શુકલ ધ્યાન છે, વસ્તુતઃ તે જ કર્મ-નિર્જરાનું મુખ્ય કારણ છે.
એ સમજ્યા પછી કે જીવ સંવર અને નિર્જરાની પ્રક્રિયાનો દ્વારા કર્મબંધનથી મુક્ત થાય છે, આપણે તે જાણવું આવશ્યક છે કે સંવર અને નિર્જરાની પ્રક્રિયાઓને ક્રિયાશીલ બનાવવા અને તેમને શીધ્રાતિશીઘ્ર ફળીભૂત બનાવીને બંધન-મુક્ત થવાનો કયો ઉપાય છે. બીજા શબ્દોમાં, આપણે કઈ સાધનાને અપનાવીને, અર્થાત્ કયા માર્ગ પર ચાલીને મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ છીએ? હવે આપણે આ જ પ્રશ્નના જવાબ પર વિચાર કરીશું.
મોક્ષમાર્ગઃ રત્નત્રય
જ્યારે જીવ પોતાના અજ્ઞાનવશ રાગ, દ્વેષ, મોહ, લોભ, અહંકાર વગેરે મનો-વિકારોનો શિકાર થઈ પોતાના નિર્મળ સ્વરૂપને ભૂલાવી દે છે ત્યારે તેને પોતાના કર્તવ્યનું જ્ઞાન રહેતું નથી. તે સમજી શકતો નથી કે તેણે પોતાના વાસ્તવિક હિત માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ કારણે તે ઉચિત માર્ગથી ભટકી જાય છે. એના ફળસ્વરૂપે તે સંસારના આવાગમનના ચક્રમાં પડીને દુઃખ ભોગવતો રહે છે. એનાથી છુટકારો મેળવવા, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ માટે જીવે પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું અત્યંત આવશ્યક છે. પોતાના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા અને આત્મ-સ્વરૂપમાં સ્થિર થવા માટે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્યારિત્રને દઢતાથી ધારણ કરવાની આવશ્યકતા હોય છે. એમને જ મોક્ષ-માર્ગ કહેવામાં આવે છે. તત્ત્વાક્ષધિગમ સૂત્રના પ્રથમ સૂત્રમાં જ કહેવામાં આવ્યું છેઃ
સમ્યગ્દર્શનશાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ | અર્થ-સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રનો મેળ મોક્ષમાર્ગ છે.
મોક્ષમાર્ગનો અર્થ છે જીવની વિશુદ્ધિનો માર્ગ, જીવનો પોતાના સ્વરૂપમાં સ્થાપિત થવાનો માર્ગ, જીવના અજ્ઞાન અને દુઃખોનો સદાને માટે અંત કરવાનો માર્ગ અને જીવનો પોતાના અનંત ગુણોથી યુક્ત થઈ સદાને માટે સુખ-શાંતિ પ્રાપ્ત કરાવવાનો માર્ગ.