________________
જૈન ધર્મ સાર સંદેશ સમ્યક્ટર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકારિત્રને જ “રત્નત્રય’ કહે છે, કારણ કે આ ત્રણેય રત્નોની જેમ ખૂબ જ દુર્લભ અને અમોલખ છે. એમને દુર્લભ એટલા માટે કહેવામાં આવ્યાં છે, કારણ કે એક તો પરમાર્થ કે આધ્યાત્મિકતામાં રુચિ રાખનારા, અર્થાત્ મોક્ષાભિલાષી જીવ જ ઘણા ઓછા જોવા મળે છે અને બીજું, જો કેટલાક મોક્ષાભિલાષી જીવ હોય તો પણ મોક્ષ-માર્ગની દુર્ગમતાને જોઈને એના પર અંત સુધી ચાલતા રહેવાનું સાહસ કોઈ વિરલો જ કરી શકે છે. એમને રત્નની જેમ અમોલખ એટલા માટે કહેવામાં આવ્યાં છે, કારણ કે મોક્ષમાર્ગ તે લક્ષ્યની પ્રાપ્તિ કરાવે છે જેનો કોઈ મોલ છે જ નહીં. એ તો જીવને પરમપદની પ્રાપ્તિ કરાવી દે છે. આ મોક્ષમાર્ગ પર ચાલીને મનુષ્ય પોતાના જીવન ધન્ય બનાવી લે છે.
સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રશ્ચારિત્ર – આ બધા અલગ-અલગ મોક્ષના ત્રણ માર્ગ નથી, બલકે એ એક જ મોક્ષ-માર્ગના ત્રણ આવશ્યક અંગ છે; અર્થાત્ મોક્ષમાર્ગમાં આ ત્રણેયનો પરસ્પર સમન્વય અથવા મેળ છે. એમનામાંથી કોઈ પણ એક સાધન પોતાનામાં પર્યાપ્ત નથી. ન માત્ર દર્શન કે વિશ્વાસ માત્રથી, ન કોરા જ્ઞાનથી અને ન વિશ્વાસ અને જ્ઞાનથી રહિત દિશાહીને ચારિત્ર (આચરણ)થી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મોક્ષ-પ્રાપ્તિ માટે ત્રણેયમાં યથોચિત (યોગ્ય) તાલમેલ હોવો આવશ્યક છે. ઉદાહરણ માટે, જો કોઈ મનુષ્ય કોઈ ગંતવ્ય (ચોકકસ) સ્થાન પર જવા ચાહે છે તો તેનું મસ્તિષ્ક (દિમાગ) લક્ષ્યને નિર્ધારિત કરે છે, આંખો તે લક્ષ્ય સુધી પહોંચવાનો રાહ દેખાડે છે અને પગ ત્યાં સુધી ચાલીને જાય છે. જો લક્ષ્ય જ નિશ્ચત ન હોય કે લક્ષ્ય સુધીની રાહ જોવાનું કોઈ સાધન ન હોય કે ત્યાં પહોંચનારા પગ સાથ ન આપે તો લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. એવી જ રીતે સમ્યદર્શન, સમ્યજ્ઞાન, અને સમ્મચારિત્રમાં પરસ્પર તાલમેલ હોવો આવશ્યક છે. આ જ પ્રમાણે જો કોઈ
વ્યકિત બીમાર હોય તો તેને પોતાના ઈલાજ માટે કોઈ યોગ્ય ડોકટર કે વૈદ્યમાં વિશ્વાસ હોવો જોઈએ, તેની પાસેથી ઉચિત દવાની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ અને પછી બતાવવામાં આવેલી દવાનું સંયમ અને નિયમ સાથે સેવન કરવું જોઈએ, ત્યારે જ તે વ્યકિતની બીમારી દૂર થઈ શકે છે. ઠીક તેવી જ રીતે સમ્યક્ટર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર આ ત્રણેયમાંથી કોઈ એક પોતાની