________________
48
જૈન ધર્મઃ સાર સંદેશ
6. ઉત્તમ સંયમ (ઇંદ્રિય નિયંત્રણ)
ઇંદ્રિયો અને મનને વિષયો તરફથી વાળીને સવૃત્તિઓમાં લગાવવું સંયમ ધર્મ છે.
7. ઉત્તમ તપ (કષ્ટની પરવા ન કરી પોતાની સાધનામાં લાગેલા રહેવું) તપ લૌકિક દૃષ્ટિએ સાધનામાં મનની એકાગ્રતા છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તપ તે અગ્નિ છે જેમાં મનના વિકાર બળી જાય છે અને આત્માનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જાગૃત થઈ ઉઠે છે.
૪. ઉત્તમ ત્યાગ (અનાસક્તિ)
કોઈ સ્વાર્થ ભાવના વિના બીજાના હિત અને કલ્યાણ માટે અન્ન, ધન, જ્ઞાન, વિદ્યા આદિનું દાન આપવું ત્યાગ ધર્મ છે.
9. ઉત્તમ આકિંચન્ય (આત્માથી ભિન્ન પદાર્થને પોતાના ન માનવો) ઘર-બાર, ધન-દોલત, ભાઈબંધો, શત્રુ-મિત્ર બધાથી મમત્વ છોડવું, એ મારાં નથી, ત્યાં સુધી કે શરીર પણ સદા મારી સાથે રહેવાનું નથી, એવો અનાસક્ત ભાવ આકિંચન્ય ધર્મ છે.
10. ઉત્તમ બ્રહ્મચર્ય
રાગોત્પાદક પરિસ્થિતિઓમાં પણ મનને કામ વેદનાથી વિચલિત ન થવા દેવું અને તેને આત્મ-ચિંતનમાં લગાવી રાખવું બ્રહ્મચર્ય ધર્મ છે.
ઉક્ત બધા લક્ષણોના પહેલાં ‘ઉત્તમ’ શબ્દને વિશેષણરૂપમાં લગાવવાનો ઉદેશ એ છે કે ધર્મના આ નિયમોને કેવળ વિશુદ્ધ ધર્મભાવનાથી જ અપનાવવામાં આવે, ન કે પોતાની ખ્યાતિ (યશ) અથવા પોતાની પુજા-પ્રતિષ્ઠા કે આદર-સત્કાર માટે, જેમ કે ચારિત્રસારમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
:
ઉત્તમ ગ્રહણં ખ્યાતિ પૂજાદિ નિવૃત્યર્થમ્‰
અર્થાત્ ખ્યાતિ અને પૂજાદિની ભાવનાની નિવૃત્તિ માટે ‘ઉત્તમ’ વિશેષણનાં રૂપમાં આપવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં ખ્યાતિ, પૂજા આદિના અભિપ્રાયથી ધારણ કરવામાં આવેલી ક્ષમા કે કોઈ અન્ય ધાર્મિક નિયમને ઉત્તમ માની શકાતા નથી.