________________
660
ગુરુ.
ગુરુની આવશ્યકતા અનેક યોનિઓમાં અત્યંત લાંબા સમય સુધી ભટકતા રહ્યા બાદ જો ક્યારેક સૌભાગ્યથી જીવ પરમ દુર્લભ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે ત્યારે પણ સુસંગતિના અભાવમાં તે પોતાની વિવેક-શક્તિનો સદુપયોગ કરી શકતો નથી. તે ફરી સંસારની અસલિયતને ન સમજવાની ભૂલ કરે છે અને સાંસારિક વિષયોના ઝાકઝમાકમાં ભૂલીને તેમનાથી અનાસક્ત થવાનો પ્રયાસ કરતો નથી. આ મોટી ભૂલને કારણે તે દુઃખોથી સદાને માટે છુટકારો પામવાનો અમૂલ્ય અવસર ગુમાવી દે છે અને ફરી આવાગમનના દુઃખદાયી ચક્રમાં જ ફસાયેલો રહી જાય છે. અજ્ઞાનના અંધકારમાં ભટકતો રહેનારો જીવ ત્યાં સુધી આવાગમનના ચક્રથી છુટકારો પામી શકતો નથી જ્યાં સુધી તેને કોઈ સાચો માર્ગદર્શક ન મળે. એટલા માટે જો સૌભાગ્યથી દુર્લભ મનુષ્ય-જીવન પ્રાપ્ત થઈ જાય તો મનુષ્ય પોતાના વિવેકનો સદુપયોગ કરીને જલદીથી જલદી કોઈ સાચા ગુરુના શરણમાં જવું જોઈએ અને તેમની કૃપા અને સહાયતાથી સંસારમાંથી અનાસક્ત થવાનો અને મોક્ષની પ્રાપ્તિ કરવાનો ભરપૂર પ્રયત્ન કરવો જોઈએ. દુર્લભ મનુષ્યજીવન પામીને કોઈ સાચા ગુરુના શરણમાં જવું આ જીવનનો સૌથી મોટો લાભ છે અને સાચા ગુરુની શોધ ન કરવી આ જીવનની સૌથી મોટી હાનિ છે.
આ સંબંધમાં કુંથુસાગરજી મહારાજ ખૂબ જ સ્પષ્ટતાની સાથે કહે છેઃ આ પ્રમાણે વિચાર કરવાથી સિદ્ધ થાય છે કે મનુષ્ય સિવાય અન્ય કોઈ પણ પોતાનું કલ્યાણ કરી શકતો નથી તથા એ પણ નિશ્ચિત છે
163