SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 162 જૈન ધર્મઃ સાર સંદેશ કરીને તેમને કષ્ટ પહોંચાડે છે અને આ પ્રમાણે પોતાના હિતની હાનિ કરે છે તો તેને દાનવ નહીં તો બીજું શું કહીશું? આ જ ભાવને વ્યકત કરતાં ગણેશપ્રસાદ વર્ણી કહે છેઃ માનવ જાતિ સૌથી ઉત્તમ છે, અતઃ તેનો દુરુપયોગ કરીને તેને સંસારનો કંટક ન બનાવો. ઇતર જાતિને કષ્ટ આપીને માનવ જાતિને દાનવ કહેવડાવવાનો અવસર આપો નહીં.58 જે પોતાના સાચા હિત અથવા આત્મ-કલ્યાણનું કાર્ય કરવામાં આળસ અથવા ટાળવાની યુકિત કરે છે અને પોતાનાથી ભિન્ન સાંસારિક વસ્તુઓ અને વ્યક્તિઓને પોતાના બનાવવામાં લાગેલો રહે છે, તે પોતાના અમોલખ મનુષ્ય-જીવનને નિરર્થક જ ગુમાવી દે છે. સંસારી મનુષ્ય પોતાના સંબંધીઓ અને પારિવારિક વ્યક્તિઓને મોહવશ પોતાના સમજે છે. પરંતુ તેઓ ન તો પોતાના છે અને ન કયારેય પોતાના બની જ શકે છે. તેઓ કેવળ પોતાના સ્વાર્થવશ તેને ઘેરી રહે છે. પોતાનો સ્વાર્થ પૂરો થઈ જતાં તેઓ તેની પાસે પણ ફરકતા નથી. મનુષ્યની આ ખૂબ મોટી ભૂલ છે કે તે આત્મ-કલ્યાણના દુર્લભ અવસરને સાંસારિક વ્યક્તિઓ અને પદાર્થોના મોહમાં પડીને બરબાદ કરી દે છે. આ ભૂલથી બચેલા રહેવા માટે ગણેશપ્રસાદ વર્ણી આપણને આ શબ્દોમાં ચેતવે છે ઃ આજે કાલે કરી જગ મર્યું, કર્યું ન આતમ કાજ, પર પદાર્થને ગ્રહણ કરી થઈ ન જરા પણ લાજ. જેમને ચાહે તું સદા તેઓ નહીં તારા થાય, સ્વાર્થ સધાતાં કોઈની વાત ન પૂછે કોય.છ
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy