________________
164
જૈન ધર્મ સાર સંદેશ કે મનુષ્ય પર્યાય (જન્મ) ખૂબ જ કઠિનાઈથી પ્રાપ્ત થાય છે. આવો કઠિન મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરી લેતાં પણ વીતરાગ નિગ્રંથ (રાગ મોહ આદિથી રહિત અને કર્મ બંધનોથી મુક્ત) ગુરુઓનો સમાગમ ખૂબ જ મોટા શુભ કર્મના ઉદયથી થાય છે. એવા નિગ્રંથ ગુરુઓના સમાગમમાં પણ જે મનુષ્ય પ્રમાદ (ગફલત) કરે છે, પોતાના આત્માનું કલ્યાણ કરતો નથી, તે પોતાના મનુષ્ય-જન્મને વ્યર્થ જ ખોઈ દે છે. એકવાર ખોવાયેલો મનુષ્ય-જન્મ વારંવાર મળતો નથી.
જીવનું કલ્યાણ મોક્ષની પ્રાપ્તિમાં જ છે. એટલા માટે જે મોક્ષની પ્રાપ્તિમાં જીવનો સૌથી અધિક સહાયક હોય તેને જ પરમેષ્ટ (પરમ ઈષ્ટ), અર્થાત્ સૌથી પ્રિય અને પૂજનીય માનવો જોઈએ. પારમાર્થિક પદ અને મહત્ત્વની દૃષ્ટિએથી જૈન ધર્મમાં ક્રમશઃ અરહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સમસ્ત સાધુઓને પરમેષ્ટ માનીને એમને નમસ્કાર કરવામાં આવે છે. આ પાંચેય પરમેષ્ઠના સમૂહને પંચપરમેષ્ઠી કહે છે.
એમનામાંથી પહેલા અને બીજા, અર્થાત્ અરહંત અને સિદ્ધનું પદ સૌથી ઊંચું છે, કારણ કે તેઓ પરમાત્માપદને પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે. એટલા માટે તેમને સાચા દેવ, પરમાત્મા અથવા ભગવાન પણ કહેવામાં આવે છે. જે પોતાની આધ્યાત્મિક સાધનામાં પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી લોકાકાશના શિખર પર સ્થિત થઈ જાય છે તેમને સિદ્ધ કહે છે. સિદ્ધ ભગવાનનું મનુષ્યરૂપ સમાપ્ત થઈ ગયેલું હોય છે. તેઓ સંસારી જીવોની બુદ્ધિ-વાણીની પહોંચથી પર હોય છે. એટલા માટે સંસારી જીવ તેમની સાથે સાધારણ રૂપમાં સંપર્ક કરી શકતા નથી. પરંતુ અરહંત આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરીને પણ અન્ય ચાર પરમેષ્ઠીની જેમ મનુષ્ય રૂપમાં હોય છે. તેઓ વીતરાગી સર્વજ્ઞ મહાત્મા અથવા સંત જીવોના કલ્યાણ માટે સંસારમાં વિચરે છે અને પોતાના ઉપદેશ દ્વારા જીવોનું કલ્યાણ કરે છે. તેમની આ જ વિશેષતાને કારણે જૈન ગ્રંથોમાં તેમના નામનો ઉલ્લેખ પંચપરમેષ્ઠીમાં સર્વપ્રથમ (સિદ્ધોથી પણ પહેલાં) કરવામાં આવે છે.
પંડિત ટોડરમલે પોતાના ગ્રંથ મોક્ષમાપ્રકાશમાં આ તથ્યનું સ્પષ્ટીકરણ આ શબ્દોમાં કર્યું છેઃ