________________
Sl
જૈન ધર્મનું સ્વરૂપ
સમસ્ત તીર્થકરોની દિવ્ય ધ્વનિ અને બધા સન્શાસ્ત્રોના કથનનો સાર આ જ છે.99.
વાસ્તવમાં મોહ-ક્ષોભથી પર આત્માના સામ્ય ભાવને પ્રાપ્ત કરવો જ સાચો ધર્મ છે, જેમ કે ગણેશપ્રસાદજી વર્ણીએ પણ ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છે:
આત્માની તે નિશ્ચલ પરિણતિનું નામ ધર્મ છે જયાં મોહ અને ક્ષોભને સ્થાન નથી.40
તેઓ ફરી કહે છેઃ
ધર્મનું લક્ષણ મોહ અને ક્ષોભનો અભાવ છે. જ્યાં મોહ અને ક્ષોભ છે ત્યાં ધર્મ નથી."
અહીં આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે આત્માના સ્વરૂપને જાણ્યા વિના, અથવા એમ કહો કે પોતાની સ્વરૂપલીનતાની અવસ્થાને પ્રાપ્ત કર્યા વિના, રાગ-દ્વેષ કે મોહ-ક્ષોભથી પૂરી રીતે છુટકારો મેળવવો સંભવ નથી. એટલા માટે હીરાલાલ જેને ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છેઃ
જે જીવો રાગ-દ્વેષથી છુટવા ચાહે છે તેમણે સૌથી પહેલાં આત્મસ્વરૂપને જાણવું આવશ્યક છે; કારણ કે આત્મ-સ્વરૂપને જાણ્યા વિના દુઃખોથી કે રાગ-દ્વેષથી મુક્તિ મળવી સંભવ નથી.42
પોતાના આત્માની ઓળખ કરવા અને તેમાં લીન થવાના આ ધર્મનું પાલન જાતિ, વર્ગ, સંપ્રદાય આદિનો ભેદ કર્યા વિના બધા મનુષ્ય સમાન રૂપથી કરી શકે છે, જેમ કે યોગસાર યોગેન્દ્રદેવ ગ્રંથમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
ગૃહસ્થ હોય કે મુનિ હોય, જે કોઈ પણ નિજ આત્મામાં વાસ કરે છે, તે શીધ્ર જ સિદ્ધિસુખ પામે છે, એવું જિન ભગવાને કહ્યું છે.
આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું જૈન આચાર્યો અનુસાર ધર્મનું સર્વમાન્ય અને સર્વોત્તમ લક્ષણ છે. એને સર્વોત્તમ માનવાનું કારણ એ છે