________________
જૈન ધર્મ સાર સંદેશ કે એને પ્રાપ્ત કરવું જ ધર્મનું વાસ્તવિક લક્ષ્ય છે અને ધર્મના અન્ય બધાં લક્ષણો એમાં આપોઆપ સમાઈ જાય છે, જેમ કે પરમાત્મપ્રકાશ ટીકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
અહીં ધર્મ શબ્દ દ્વારા નિશ્ચિતપણે જીવનમાં શુદ્ધ પરિણામ ગ્રહણ કરવાં જોઈએ. તેમાં જ નવિભાગરૂપે વીતરાગસર્વજ્ઞપ્રણીત સર્વધર્મ અંતર્ભત થઈ જાય છે. તે આ રીતે છે – (1) અહિંસા લક્ષણ ધર્મ છે તે જીવના શુદ્ધભાવ વિના સંભવ નથી. (2) સાગાર અનગાર (ગૃહસ્થ-મુનિ) લક્ષણવાળો ધર્મ પણ તેવો જ છે. (3) ઉત્તમલમાદિ દસ પ્રકારનાં લક્ષણવાળો ધર્મ પણ જીવના શુદ્ધભાવની અપેક્ષા કરે છે. (4) રત્નત્રય લક્ષણવાળો ધર્મ પણ તેવો જ છે. () રાગદ્વેષ-મોહના અભાવરૂપ લક્ષણવાળો ધર્મ પણ જીવનો શુદ્ધ સ્વભાવ જ બતાવે છે અને (6) વસ્તુ સ્વભાવ લક્ષણવાળો ધર્મ પણ તેવો જ છે.
ધર્મના સ્વરૂપના સંબંધમાં વિભિન્ન દૃષ્ટિઓથી ઊંડાણ પૂર્વક વિચાર કરીને એનાં અનેક લક્ષણો સહિત ઉક્ત સર્વોત્તમ લક્ષણને બતાવતાં પણ જૈનાચાર્યો એ ભુલતા નથી કે સામાન્ય માનવીને પોતાના દિન-પ્રતિદિનના જીવનમાં ધર્મ-અધર્મની ઓળખ સરળતાથી કરી શકવા માટે તેમને ધર્મના એક અત્યંત સરળ અને વ્યાહવારિક લક્ષણની આવશ્યકતા છે. આ જ ઉદેશથી તેઓ ધર્મનું એક ખૂબ જ સરળ પરંતુ અત્યંત મહત્વપૂર્ણ અને અસરકારક લક્ષણ બતાવે છે. તેઓ કહે છે:
ધર્મનું મુખ્ય ચિહ્ન એ છે કે જે જે ક્રિયાઓ પોતાને અનિષ્ટ લાગતી હોય, તે તે અન્ય માટે મન-વચન-કાયાથી સ્વપ્નમાં પણ કરવી
જોઈએ નહીં.45 જેન-પરંપરા અનુસાર ધર્મને જ સંસારની સૌથી ઉત્તમ વસ્તુ માનવામાં આવે છે. આ સંબંધમાં જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ
ધર્મ, કષ્ટ આવતાં સમસ્ત જગતના ત્ર-સ્થાવર (ચર-અચર) જીવોની રક્ષા કરે છે અને સુખરૂપી અમૃતના પ્રવાહોથી સમસ્ત જગતને તૃપ્ત કરે છે.