________________
જૈન ધર્મઃ સાર સંદેશ પરમાત્માનો આ ભેદ અથવા દ્વૈતભાવ મટી જાય છે અને ધ્યાતા સર્વવિકલ્પ રહિત થઈને પોતાને પરમાત્મામાં લીન કરી લે છે તો તે ધ્યાનને નિર્વિકલ્પ ધ્યાન અથવા નિર્વિકલ્પ સમાધિ કહે છે. આ નિર્વિકલ્પ સમાધિ અથવા ધ્યાનને રૂપાતીત ધ્યાન કહે છે. આ ધ્યાન દ્વારા આત્મા પરમાત્મામાં સમાઇને પરમાત્મા બની જાય છે. જ્ઞાનાર્ણવમાં આ રૂપાતીત ધ્યાનને આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
302
રૂપસ્થ ધ્યાનમાં સ્થિરીભૂત છે જેનું ચિત્ત તથા નષ્ટ થઈ ગયા છે વિભ્રમ જેના એવો ધ્યાની અમૂર્ત, અજન્મા ઇંદ્રિયોથી અગોચર, એવા પરમાત્માના ધ્યાનનો પ્રારંભ કરે છે.
જે ધ્યાનમાં ધ્યાની મુનિ ચિદાનંદમય, શુદ્ધ, અમૂર્ત, પરમાક્ષરરૂપ (પરમાત્મારૂપ) આત્માને આત્મા દ્વારા સ્મરણ કરે અર્થાત્ ધ્યાન કરે તે રૂપાતીત ધ્યાન માનવામાં આવ્યું છે.
પરમાત્માના સ્વભાવ સાથે એકરૂપ ભાવિત અર્થાત્ મળેલો ધ્યાની મુનિ તે પરમાત્માના ગુણ સમૂહોથી પૂર્ણરૂપ પોતાના આત્માને રીને, પછી તેને પરમાત્મામાં યોજન કરે (જોડી દે કે મેળવી દે). એવું વિધાન છે.
ધ્યાની મુનિ તે પરમાત્માના સ્વરૂપમાં મન લગાવીને તેના જ ગુણગ્રામોથી ગંજાયમાન થઈ (રંગીને) તેમાં જ પોતાના આત્માને આપની જ સાથે તે સ્વરૂપની સિદ્ધિ માટે જોડે છે અર્થાત્ તલ્લીન થાય છે.
જેવી રીતે નિર્મળ દર્પણમાં પુરુષના સમસ્ત અવયવ અને લક્ષણ દેખાય છે તે જ રીતે પરમાત્માના સમસ્ત ગુણ નિર્મળ આત્મામાં પ્રતિબિંબિત થાય છે.
પૂર્વોક્તિ પ્રમાણે જ્યારે પરમાત્માનો નિશ્ચય થઈ જાય છે અને દઢ અભ્યાસથી તેમને પ્રત્યક્ષ થવા લાગે છે તે સમયે પરમાત્માનું ચિંતવન એ પ્રમાણે કરો કે એવા પરામાત્મા હું જ છું, હું જ સર્વજ્ઞ છું, સર્વવ્યાપક છું, સિદ્ધ છું, તથા હું જ સાધ્ય અર્થાત્ સિદ્ધ કરવા યોગ્ય હતો. સંસારથી રહિત, પરમાત્મા, પરમજ્યોતિસ્વરૂપ, સમસ્ત વિશ્વને જોનારો હું જ છું. હું જ નિરંજન છું, એવા પરમાત્માનું ધ્યાન કરો. તે સમયે પોતાનું સ્વરૂપ નિશ્ચલ અમૂર્ત અર્થાત્ શરીરરહિત નિષ્કલંક, જગતના ગુરુ,