________________
186
દ્વિવિધઃ તથા પરમાત્મા સકલઃ તથા નિષ્કલઃ ઇતિ જ્ઞાતવ્યઃ॥ સકલો અર્ધસ્વરૂપઃ સિદ્ધઃ પુનઃ નિષ્કલઃ ભણિતઃ |/1
અર્થ સકલ અને નિષ્કલ આ બે પ્રકારના પરમાત્માને જાણવા જોઈએ. અર્હત (અરહંત) રૂપમાં તેઓ સકલ (શરીર સહિત) અથવા સાકાર હોય છે અને સિદ્ધરૂપમાં તેમને નિષ્કલ (શરીર રહિત) કહેવામાં આવ્યા છે.
આ પ્રમાણે સાચા ગુરુ હરતા-ફરતા સિદ્ધ ભગવાન છે, અર્થાત્ તેઓ પરમાત્માના સાકાર (શરીરધારી)રૂપ છે. આપણે આવા ગુરુની સામે શ્રદ્ધાભક્તિ સાથે શિર ઝુકાવવું જોઈએ અને તેમના ઉપદેશોનું દૃઢતાપૂર્વક પાલન કરવું જોઈએ. હુકમચંદ ભારિલ્લ પણ તેમના ચરણોમાં શીશ ઝુકાવતા તેમના બતાવેલા માર્ગ પર ચાલતા રહેવાની અભિલાષા આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
-
જૈન ધર્મઃ સાર સંદેશ
-
ચાલતા-ફરતા સિદ્ધોથી ગુરુ ચરણોમાં શીશ ઝુકાવીએ છીએ, અમે ચાલીએ તમારા કદમ પર, નિત આજ ભાવના ભાવે છે.42
ગુરૂપ્રાપ્તિનું ફળ
જીવનું અજ્ઞાન જ તેના બંધનનું મૂળ કારણ છે. ગુરુની જ કૃપાથી જીવ પોતાના જન્મ-જન્માંતરથી જકડાયેલા અજ્ઞાનના અંધકારને સમૂળ નષ્ટ કરીને આંતરિક જ્ઞાનના પ્રકાશને પ્રગટ કરવામાં અને પોતાના દુઃખોથી સદાને માટે છુટકારો પામીને મોક્ષનું અનંત સુખ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. ગુથી પ્રાપ્ત આ અનુપમ લાભનું વર્ણન આચાર્ય પદ્મનંદિ આ શબ્દોમાં કરે છેઃ
-
આ સંસાર-વન અજ્ઞાન-અંધકારથી વ્યાપ્ત છે, દુઃખરૂપ વ્યાલોથી-દુષ્ટ હાથીઓ અથવા સર્પોથી ભરેલું છે – અને તેમાં એવા કુમાર્ગ છે જે દુર્ગતિરૂપ ગૃહોમાં લઈ જનારા છે અને જેમનામાં પડીને બધાં પ્રાણી ભૂલી-ભટકીને ઘૂમી રહ્યાં છે ભવનમાં ચક્કર કાપી રહ્યાં છે. તે વનમાં નિર્મળ જ્ઞાનની પ્રભાથી (આભાથી) દૈદીપ્યમાન ગુરૂવાક્યરૂપઅર્હત્ત્રવચનરૂપ, અર્થાત્ ગુરુ-ઉપદેશરૂપ, - મહાન દીપક સળગી રહ્યો છે. જે સુબુધજન છે તે તે જ્ઞાનદીપકને પ્રાપ્ત થઈને અને તેના સહારે સન્માર્ગને જોઈને સુખપદને -સુખના વાસ્તવિક સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી.43