________________
329
આત્માથી પરમાત્મા
આત્માના આનંદ સ્વરૂપનો ઉલ્લેખ કરતાં પણ તેઓ આત્માની બાહ્ય પદાર્થોથી ભિન્નતા દેખાડે છે. તેઓ કહે છેઃ
આત્મા સ્વયં સુખધામ છે પછી વિષયોનું શું કામ છે? જેને આત્મામાંથી જ સુખનો અનુભવ થઈ રહ્યો છે તેને બાહ્ય વિષયોનું શું કામ છે? જ્યાં આત્માના સહજ સુખમાં લીનતા છે ત્યાં બાહ્ય પદાર્થની ઇચ્છા જ રહેતી નથી. સુખ તો આત્મામાંથી ઉત્પન્ન થાય છે, કોઈ બાહ્ય વસ્તુમાંથી આવતું નથી. બાહ્ય પદાર્થોનો ઉપભોગ કરવા કોણ ઇચ્છશે?- કે જે ઇચ્છાથી દુઃખી હશે, તે. જે સ્વયં આપમેળે સુખી હશે તે અન્ય પદાર્થની ઇચ્છા શામાટે કરશે? જે નિરોગી હોય તે દવાની ઇચ્છા શામાટે કરે?17
જૈનધર્મમાં ભેદ-વિજ્ઞાન દ્વારા પણ આત્માને અન્ય વસ્તુઓથી ભિન્ન બતાવ્યું છે અને તેના સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવા પર જોર આપવામાં આવ્યું છે, જેમ કે, હુકમચંદ ભારિલ્લના નિમ્નલિખિત કથનથી સ્પષ્ટ છેઃ
પર (પારકા)થી ભિન્ન નિજાત્માને જાણવો જ ભેદ-વિજ્ઞાન છે. ભેદ–વિજ્ઞાન ‘સ્વ’ અને ‘પર’ની વચ્ચે કરવામાં આવે છે, અતઃ એને સ્વપર ભેદ વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. વસ્તુતઃ આ આત્મ-વિજ્ઞાન જ છે, કારણ કે એમાં પર થી ભિન્ન નિજાત્માને જાણવો જ મૂળ પ્રયોજન છે.
ભેદ વિજ્ઞાનમાં મૂળ વાત બન્નેને માત્ર જાણવાની અથવા એક સમાન જાણવાની નહીં, ભિન્ન-ભિન્ન જાણવાની છે. ભિન્ન-ભિન્ન જાણવાની પણ નહીં, પરથી ભિન્ન સ્વને જાણવાનું છે. પર ને છોડવા માટે જાણવાનું છે અને સ્વને પકડવા માટે પર ને માત્ર જાણવાનું છે અને સ્વને જાણીને તેમાં જામવાનું છે, રમવાનું છે.18
જયાં સુધી જીવને અંતરાત્માનો અનુભવ થતો નથી ત્યાં સુધી પારમાર્થિક દૃષ્ટિથી તે સૂતેલો રહે છે; અંતરાત્માના અનુભવ દ્વારા જ તે જાગૃત થાય છે. આ આત્માનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થઈ શકતું નથી અને ન વચન દ્વારા એનું વર્ણન કરી શકાય છે. અંતરાત્માનું જ્ઞાન કેવળ આંતરિક અનુભવ દ્વારા જ થાય