________________
જૈન ધર્મનું સ્વરૂપ સુખ પ્રદાન કરે અને (4) આ આત્માને સદા દયા-ભાવથી, જે ધર્મનું મૂળ છે, ઓત-પ્રોત રાખે. આ પ્રમાણે જૈનાચાર્યોએ ધર્મના આ ચાર સામાન્ય લક્ષણો પર વિશેષ ભાર આપ્યો છે.
જૈન ધર્મના પ્રથમ લક્ષણને બતાવતાં પરમાત્મપ્રકાશ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ
નિજી શુદ્ધ અથવા પવિત્ર ભાવનું નામ જ ધર્મ છે.
આ જ કથન મહાપુરાણ અને ચારિત્રસાર નામના ગ્રંથોમાં પણ મળી આવે છે.
જૈન ધર્મના બીજા લક્ષણ તરફ સંકેત કરતાં પ્રવચનસાર તાત્પર્યવૃતિ કહેવામાં આવ્યું છે. “મિથ્યાત્વ અને રાગાદિમાં નિત્ય સંસ્કરણ કરવા લાયક ભાવસંસારમાંથી પ્રાણીને ઉઠાવીને જે નિર્વિકાર શુદ્ધ ચૈતન્યમાં ધારણ કરી દે, તે ધર્મ છે.” સવર્થસિદ્ધિ અને રાજવાર્તિક માં કહેવામાં આવ્યું છે કે “જે ઈષ્ટ સ્થાનમાં ધારણ કરે છે તેને ધર્મ કહે છે.” એને એથી પણ અધિક સ્પષ્ટ કરતાં રત્નકર૭ શ્રાવકાચારમાં કહેવામાં આવ્યું છેઃ “જે પ્રાણીઓને સંસારના દુઃખમાંથી ઉઠાવીને ઉત્તમ સુખમાં ધારણ કરે તેને ધર્મ કહે છે.”0 મહાપુરાણ માં પણ આજ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. પંચાધ્યાયીમાં આ જ વાતને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવી છેઃ “જે ધર્માત્મા પુરુષોને નીચપદથી ઉચ્ચપદમાં ધારણ કરે છે તે ધર્મ કહેવાય છે. તેમનામાં સંસાર નીચ પદ છે અને મોક્ષ ઉચ્ચપદ છે.”12
જૈન ધર્મના ત્રીજા લક્ષણ તરફ સક્ત કરતાં શુભચંદ્રાચાર્યે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ, જ્ઞાનાવમાં કહ્યું છેઃ “લક્ષ્મીસહિત ચિંતામણિ, દિવ્યનવનિધિ, કામધેનુ, અને કલ્પવૃક્ષ, એ બધા ધર્મના ચિરકાળથી કિંકર(સેવક) છે, એવું હું માનું છું.”13 તાત્પર્ય એ છે કે સાચા ધર્મનું પાલન કરીને જ્યારે સાધક સર્વોત્તમ સુખ મોક્ષને પ્રાપ્ત કરી લે છે ત્યારે લોક અને પરલોકના બધા સુખ આપોઆપ એની મુઠ્ઠીમાં આવી જાય છે, જાણે કે બધા મનોરથોને સિદ્ધ કરનારી કામધેનુ અને બધી અભિલાષાઓને પૂરી કરનારું કલ્પવૃક્ષ હંમેશા એની સેવામાં હાજર હોય.
જૈન ધર્મના ચોથા લક્ષણને બતાવતાં બોધ પાહુડ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ “ધમો દયા વિશુદ્ધો” અર્થાત્ “ધર્મ દયા દ્વારા વિશુદ્ધ થાય છે' 4 બીજા