________________
44
જૈન ધર્મ સાર સંદેશ શબ્દોમાં દયા જ ધર્મનું મૂળ છે. એટલા માટે કુરલ કાવ્યમાં આ ઉપદેશ આપવામાં આવ્યો છેઃ “સાચી રીતે સમજી-વિચારીને હૃદયમાં દયા ધારણ કરો, કારણ કે બધા જ ધર્મો કહે છે કે દયા જ મોક્ષનું સાધન છે.” દયા વિના ધર્મ સંભવ જ નથી.
શુભચંદ્રાચાર્યે પોતાના ગ્રંથ જ્ઞાનાર્ગવમાં “ધર્મભાવના'ની વ્યાખ્યા પ્રારંભ કરતાં પોતાના પહેલા જ શ્લોકમાં જૈન ધર્મના આ ચારેય સામાન્ય લક્ષણોનો ઉલ્લેખ સંક્ષેપમાં આ પ્રકારે કર્યો છેઃ
પવિત્રી ક્રિયતે યેન કેનૈવોદ્ઘિયતે જગતું
નમસ્તસ્મ દયાદ્રય ધર્મકલ્પાદ્મિપાય અર્થાત્ જેના દ્વારા જીવોને પવિત્ર કરવામાં આવે છે, જેના દ્વારા સંસારના જીવોનો ઉદ્ધાર કરવામાં આવે છે અને જે દયાના રસથી ભીનું અથવા ભિજાયેલું છે, તે ધર્મરૂપી કલ્પવૃક્ષ માટે મારા નમસ્કાર છે.
આ પ્રમાણે આ મંગળાત્મક શ્લોકમાં શુભચંદ્રચાર્યે ધર્મનાં ચારેય સામાન્ય લક્ષણો બતાવીને તેને નમસ્કાર કર્યા છે.
જૈન ધર્મના આ જ સામાન્ય લક્ષણોને ધ્યાનમાં રાખીને નાથુરામ ડોંગરીય જેને ધર્મનાં સ્વરૂપને આ શબ્દોમાં વ્યક્ત કર્યું છેઃ
જૈનાચાર્યોના કથન અનુસાર ધર્મ જ એવી વસ્તુ છે જે પ્રાણીમાત્રને ભલે તે કેટલોય પતિત કેમ ન હોય, સંસારના દુઃખોથી છોડાવીને ઉત્તમ સુખ (વાસ્તવિક આનંદ) પ્રદાન કરી શકે છે. તે ન કેવળ પરલોકમાં સુખ આપનારી ચીજ છે; બલકે સાચો ધર્મ તે છે જેનું જે ક્ષણથી પાલન કરવામાં આવે છે તે જ ક્ષણથી સર્વત્ર અને સર્વદા આત્મ શાંતિ પ્રદાન કરે છે અને પોતાની સાથે બીજાઓને પણ સુખી બનાવે છે..?
જૈન ધર્મનાં જે ચાર લક્ષણોના વિષયમાં ઉપર વિચાર કરવામાં આવ્યો છે તે જૈન ધર્મના સામાન્ય અને વ્યાપક લક્ષણ છે જે સિદ્ધાંતરૂપે ધર્મની ઓળખ અને તેનું પ્રયોજન બતાવે છે. પરંતુ દિન-પ્રતિદિનના વ્યાવહારિક જીવનમાં ધર્મની ઓળખ કરવા માટે જૈનાચાર્યોએ ધર્મનાં કેટલાંક વિશેષ લક્ષણો તરફ પણ આપણું ધ્યાન દોર્યું છે જેની જાણકારી પ્રાપ્ત કરી લેવી આવશ્યક છે.