________________
344
જૈન ધર્મ સાર સંદેશ હેય-ઉપાદેયરૂપ (છોડવા અને ગ્રહણ કરવા યોગ્ય) તત્ત્વ વિષયમાં જેની નિશ્ચલ બુદ્ધિ હોય, એવો યોગી સંયમી જિતેન્દ્રિય પુરુષ અભિયોગથી અર્થાત્ આળસ, નિદ્રા અને પ્રમાદ વગેરેને દૂર કરીને પોતાના આત્માના યથાર્થ સ્વરૂપની ભાવના (ધ્યાન) કરે.
જેણે આત્મભાવનાનો અભ્યાસ કરવાનો હમણાં આરંભ કર્યો છે, તે યોગીને પોતાના પુરાણા સંસ્કારોને કારણે બાહ્ય-વિષયોમાં સુખ માલૂમ થાય છે અને આત્મસ્વરૂપની ભાવનામાં દુઃખ પ્રતીત થાય છે. પરંતુ યથાવત્ આત્મસ્વરૂપને જાણીને તેની (દઢ) ભાવનાવાળા યોગીને બાહ્ય વિષયોમાં દુઃખની પ્રતીતિ થવા લાગે છે અને પોતાના આત્માના સ્વરૂપ ચિંતનમાં જ સુખની અનુભૂતિ થાય છે.
સંવિત્તિ અર્થાત્ આત્માનુભૂતિ અથવા સ્વાનુભવમાં જેમ-જેમ ઉત્તમ તત્ત્વ અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ સન્મુખ આવતું જાય છે, તેમ-તેમ જ સહજ સુલભ પણ ઇન્દ્રિયોના વિષય અરુચિકર લાગવા લાગે છે. અને જેમ-જેમ સહજ સુલભ પણ ઇન્દ્રિય-વિષય અરુચિકર લાગવા લાગે છે, તેમ-તેમ જ સ્વાનુભવમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ સામે આવતું જાય છે.
જેને સ્વાત્મ-સંવિત્તિ (પોતાના આત્માનો નિજી અનુભવ અથવા અનુભૂતિ) થઈ જાય છે, તેને આ સમસ્ત જગત્ ઈન્દ્રજાળ (માયાજાળ) સમાન દેખાવા લાગે છે, તે માત્ર સ્વાત્મ-સ્વરૂપના લાભની જ અભિલાષા કરે છે, અને કોઈ વસ્તુને પામવાની ઈચ્છા તેને રહેતી નથી. જો કદાચિત્ કોઈ પદાર્થમાં તેની પ્રવૃત્તિ થઈ જાય છે, તો તેને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. મનુષ્યોની સાથે બેસીને મનોરંજન કરવામાં તેને કોઈ આનંદ આવતો નથી, એટલા માટે તે એકાંત વાસની ઇચ્છા કરે છે.45
મનુષ્ય ઘણું જ સંવેદનશીલ પ્રાણી છે. જે સારા અને બૂરા વ્યકિતઓ, પદાર્થો અને ગુણોનું તે સ્મરણ, ચિંતન અને ધ્યાન કરે છે, તેમના સમાન તે બની જાય છે. આ જ કારણ છે કે, જૈનધર્મમાં સ્મરણ અને ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને સાધકોને આત્મતત્ત્વ અથવા પરમાત્મતત્ત્વનું