________________
345
આત્માથી પરમાત્મા ચિંતન અને ધ્યાન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સદ્ગુરુ અથવા અરહન્ત દેવ પરમ પવિત્ર અને સદ્ગણોના ભંડાર હોય છે. એટલા માટે તેમના પ્રતિ કરવામાં આવેલી ભક્તિ આપમેળે ભક્તોના હૃદયના મેલને ધોઈને તેમને પવિત્ર કરી દે છે. આ પ્રમાણે જે ભક્ત સાકાર પરમાત્મારૂપ સાચા મહાત્મા અથવા અરહન્ત દેવના પ્રતિ ભક્તિ-ભાવ રાખીને દઢતાની સાથે અભ્યાસમાં લાગે છે તે પોતાની ભક્તિ-પૂર્ણ સાધના દ્વારા પરમાત્મા બની જાય છે.
નાથૂરામ ડોંગરીય જૈને આ વિષયને ઘણી જ સ્પષ્ટતાની સાથે સમજાવ્યો છે. એ સમજાવતાં કે કોઈના ગુણ-દોષોથી મનુષ્ય કેવી રીતે પ્રભાવિત થાય છે અને કેવી રીતે પરમાર્થનો રાહ બતાવનાર સદ્ગુરુ અથવા અરહન્ત દેવના પ્રતિ તેની ભક્તિ ઉમટી પડે છે, તેઓ કહે છેઃ
ગુણોનું ચિંતવન કરવાથી ગુણો અને દોષોના વિચાર કરવાથી દોષોની વૃદ્ધિ થવી સ્વાભાવિક નિયમ છે. પછી પરમાત્માના ગુણોનું, જે કે મોહાદિ આત્મશત્રુઓ પર વીરતાપૂર્વક વિજય પ્રાપ્ત કરીને આદર્શ બની ચૂકયા છે, ચિંતવન કરીને આપણે લોકો પણ, જે કે રાગ, દ્વેષ મોહાદિકના કારણે પોતાની વાસ્તવિકતાને ભૂલેલા છીએ અને દુર્ભાવનાઓ અને વાસનાઓની જંજીરમાં જકડાયેલા છીએ, જો આત્મશત્રુઓ પર વીરતાપૂર્વક વિજય પ્રાપ્ત કરવાની અલૌકિક કળાને શીખી લઈએ અને આત્મબોધ અને જાગૃતિને પ્રાપ્ત કરીને દુઃખ સાગરના વમળના ચક્કરથી નીકળવાનો ઉપાય જાણી લઈએ તો એમાં આશ્ચર્ય જ શું છે?
શ્રદ્ધાનો ભક્તિની સાથે અતૂટ સંબંધ છે. જે વ્યક્તિમાં ગુણ હોય છે, માનવીય વિવેક શ્રદ્ધાપૂર્વક તેના સ્વભાવથી ભક્ત બની જાય છે. પછી જેને આપણે પવિત્ર સમજતા હોઈએ અને પોતાના સન્માર્ગ પ્રદર્શકના રૂપમાં મહાન ઉપકારી પણ માનતા હોઈએ, અને તેના જેવા સુખી, પૂર્ણ અને નિર્દોષ બનવાની ઉત્કંઠા પણ આપણા અંતઃકરણમાં ઘર કરેલ હોય, તથા જે વિશ્વના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકોમાં પણ આદર્શ અને સર્વશ્રેષ્ઠ વ્યકિત હોય, તેના પ્રતિ હૃદયમાં શ્રદ્ધા થઈ જતાં ભક્તિનો સ્ત્રોત ઉમટી પડવો એ તો ઘણું જ સ્વાભાવિક છે.