________________
210
જૈન ધર્મ સાર સંદેશ વિમુખ થઈ જઈશું અને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ ન કરીને અનેક યોનિઓમાં ભટકતા રહીશું. આ પ્રમાણે આપણું માનવ જીવન નિષ્ફળ થઈ જશે. એટલા માટે ગુરુ ધારણ કરવામાં અત્યંત સાવધાનીની આવશ્યકતા છે. એને સ્પષ્ટ કરતાં હુકમચંદ ભાવિલ કહે છેઃ
ગુસ્ના સ્વરૂપને સમજવામાં અત્યંત સાવધાનીની આવશ્યકતા છે. કારણ કે ગુરુ તો મુક્તિના સાક્ષાત્ માર્ગ-દર્શક હોય છે. જો તેમના સ્વરૂપને સારી રીતે ન સમજી શક્યા તો ખોટા ગુસ્ના સંયોગથી ભટકી જવાની સંભાવના અધિક બનેલી રહે છે. 78
એટલા માટે ગુરુ ધારણ કરતાં પહેલાં તેમના સંબંધમાં, જ્યાં સુધી બની શકે, તપાસ કરી લેવી જોઈએ. જે ઉદેશ્યની પૂર્તિ માટે ગુરુ ધારણ કરવામાં આવે છે, તે મનુષ્ય-જીવનનો સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે. એટલા માટે વિચાર્યાસમજ્યા વિના કોઈ અંધ પરંપરાના પ્રભાવમાં આવીને અથવા કોઈ પ્રચલિત લોક-રીતિને નિભાવવા માટે કોઈને ગુરુ ધારણ કરવું હિતકારક થવાને બદલે હાનિકારક થઈ શકે છે. એટલા માટે આપણે સારી રીતે સમજી બૂઝીને નકલી અથવા ઢોંગી ગુસ્થી બચીને રહેવું જોઈએ અને કેવળ સાચા ગુને જ ધારણ કરવા જોઈએ. આ સંબંધમાં નાથુરામ ડોંગરીય જૈન કહે છેઃ
પ્રત્યેક વ્યક્તિએ સંસારમાં ફેલાયેલા દરેક “ધર્મ' નામની વસ્તુ પર અથવા દેવી, દેવતાઓ, ધર્મશાસ્ત્રો અને ગુઓ પર અંધ બનીને વિશ્વાસ ક્યારેય કરવો જોઈએ નહીં. જ્યારે આપણે પૈસાની હાંડીને પણ ઠોકી-વગાડીને ખરીદીએ છીએ તો જે ધર્મ અથવા દેવ, ગુરુ વગેરેના દ્વારા આપણે સંસાર-સમુદ્રથી પાર થઈને સાચું સુખ પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ, તેમનો અંધ બની સહારો લેવો, ભલે તેનાથી નુકશાનને બદલે લાભ જ કેમ ન હોય, બુદ્ધિમતા હોઈ શકે નહીં, ... જે આત્મજ્ઞાનથી શૂન્ય, રાત-દિવસ વિષય-કષાયોમાં મસ્ત રહેતો હોય છે, તે રાગી, દ્વેષી, આડંબરી અને ઢોંગી સાધુ કદાપિ સાચો ગુરુ હોઈ શકે નહીં.79