________________
100
જૈન ધર્મ સાર સંદેશ સમત્વ ભાવ કે માધ્યચ્ય ભાવ ત્યાં સુધી આવી શકતો નથી જ્યાં સુધી સાધક ક્રોધ, માન, માયા લોભ વગેરે (કષાય)થી ઉપર ઊઠતો નથી. એટલા માટે મોક્ષમાર્ગ પ્રકાશકમાં સમ્યક્ ચારિત્રને આ રીતે પરિભાષિત કરવામાં આવ્યું છેઃ
નિશ્ચયથી નિ કષાય ભાવ છે, તે જ સાચું ચારિત્ર છે.16
સમ્યક ચારિત્રની અંતિમ બે પરિભાષાઓને સમેટતાં હુકમચંદ ભારિલ્લા પોતાનો વિચાર આ પ્રમાણે પ્રસ્તુત કરે છેઃ
સકળ કષાયરહિત જે ઉદાસીન ભાવ તેનું જ નામ ચારિત્ર છે.?
જો કોઈ વ્યક્તિ સમ્યદર્શન અને સમ્યજ્ઞાન વિના પોતાની ઇચ્છાનુસાર અથવા કોઈ અંધ-પરંપરાના અનુસાર કાર્ય કરે છે, તો તેને લાભને બદલે હાનિ થઈ શકે છે. એટલા માટે આદિપુરાણમાં આપણને સાવધાન કરતાં કહેવામાં આવ્યું છેઃ
સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાનથી રહિત ચારિત્ર કંઈ પણ કાર્યકારી (કાર્યમાં સિદ્ધિ અપાવનારું) હોતું નથી, પરંતુ જે પ્રમાણે આંધળા પુરુષનું દોડવું તેના પતનનું કારણ હોય છે, તેવી જ રીતે સમ્યક્રદર્શન અને સમ્યકજ્ઞાનથી શૂન્ય પુરુષનું ચરિત્ર પણ તેના પતન અર્થાત્ નરકાદિ (નરક વગેરે) ગતિઓમાં પરિભ્રમણનું કારણ હોય છે.૩૪
કેટલાક લોકો શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની માન-પ્રતિષ્ઠા વધારવા માટે બીજાઓને પ્રવચન સંભળાવતા ફરે છે અથવા પોતાના શાસ્ત્ર-જ્ઞાનને પોતાના આર્થિક લાભનું સાધન બનાવી લે છે. પરંતુ જ્ઞાનનો ઉદ્દેશ્ય સ્વયં તેના પર અમલ કરવાનો અને પોતાના આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે, નકે માનમોટાઈ કે આર્થિક લાભ પ્રાપ્ત કરવો. આ સંબંધમાં કાનજી સ્વામી કહે છેઃ
અજ્ઞાની શાસ્ત્ર વાંચી લે છે, પરંતુ એ જાણતો નથી કે તેમનું પ્રયોજન શું છે. શાસ્ત્રાભ્યાસ કરીને પોતાનામાં સ્થિર થવું શાસ્ત્રોનું પ્રયોજન