________________
99
જીવ, બંધન અને મોક્ષ
જ્યાં સુધી જ્ઞાનરૂપી સૂર્યનો સાતિશય (પૂર્ણરૂપે) ઉદય થતો નથી, ત્યાં સુધી આ સમસ્ત જગત અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત (ઢંકાયેલું) રહે છે, પરંતુ જ્ઞાન પ્રગટ થતાં જ અજ્ઞાનનો વિનાશ થઈ જાય છે.
જ્ઞાન જ તો સંસારરૂપી શત્રુનો નાશ કરવા માટેનું તીક્ષ્ણ ખડગ (તલવાર) છે અને જ્ઞાન જ સમસ્ત તત્ત્વોને પ્રકાશિત કરવા માટેનું ત્રીજું નેત્ર છે.
અજ્ઞાનના કારણે જ જીવ રાગ-દ્વેષ, મોહ-માયા વગેરે વિકારોનો શિકાર થઈને બૂરા કર્મો કરે છે અને કર્મબંધનમાં પડીને જન્મ-જન્માંતરમાં દુઃખ ભોગવતો રહે છે. દુઃખોના મૂળ કારણ એવા અજ્ઞાનનો વિનાશ સમ્યજ્ઞાન વિના થઈ શકતો નથી.
3. સમ્યક ચારિત્ર
સાચા વિશ્વાસ અને સાચા જ્ઞાનને પ્રાપ્ત કરી લીધા બાદ તેમના અનુસાર જીવનને ઢાળવું જ સમ્યક ચારિત્ર છે. એવું કરવાથી જ જીવનના વાસ્તવિક ઉદ્દેશ્ય મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આ પ્રમાણે જ્ઞાનને અનુરૂપ આચરણ અને સાધનાને અપનાવવી જ સમ્યક ચારિત્ર છે. સમ્યક ચારિત્ર જન્મ-જન્માંતરથી એકઠાં કરેલાં કર્મોના ભંડારને નષ્ટ કરી દે છે. જો સમ્યદર્શન ધર્મનું મૂળ છે, તો સમ્યક્ ચારિત્ર તેની પરિણતિ છે.
દ્રવ્યસંગ્રહ અનુસાર અહિત કાર્યોનો ત્યાગ કરવો અને હિત કાર્યોનું આચરણ કરવું જ સમ્યફ ચારિત્ર છે.
આ પ્રમાણેના આચરણ માટે સમત્વ-ભાવને પ્રાપ્ત કરવો આવશ્યક હોય છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને જેનધર્મામૃતમાં સમ્યક ચારિત્રની નિમ્નલિખિત પરિભાષા આપવામાં આવી છેઃ
સમસ્ત પાપ ક્રિયાઓને છોડીને અને પર પદાર્થોમાં રાગ-દ્વેષ ન કરીને ઉદાસીન અથવા માધ્યચ્યભાવ (તટસ્થભાવ) અંગીકાર કરવાને ચારિત્ર કહે છે.35