________________
જૈન ધર્મઃ સાર સંદેશ
5. કેવલ જ્ઞાન સમસ્ત કર્મજાળ પૂર્ણતઃ વિનષ્ટ (વિનાશ) થઈ જવાથી આત્માને પોતાના સ્વાભાવિક અનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એને જ સર્વજ્ઞતા કે કેવલ જ્ઞાન કહે છે. એ અતીન્દ્રિય એટલે કે ઇંદ્રિયથી પર નું જ્ઞાન છે. આ જ્ઞાન દ્વારા ભૂત, વર્તમાન અને ભવિષ્યથી સંબંધિત બધા દ્રવ્યો અને પર્યાયો (પરિવર્તનશીલ રૂપો, ધર્મો કે અવસ્થાઓ) ને એક-સાથે જાણી શકાય છે. કેવળ જ્ઞાનીને લોક અને અલોક બંનેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલ જ્ઞાનના સ્વરૂપને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
જે સમસ્ત દ્રવ્યોના (અનંત) પર્યાયોને જાણનારું છે, આખા જગતને જોવા જાણવાનું નેત્ર છે તથા અનંત છે, એક છે અને અતીન્દ્રિય છે, અર્થાત્, મતિ, શ્રુત જ્ઞાનની જેમ ઇંદ્રિયજનિત નથી, ફક્ત આત્મા દ્વારા જ જાણી શકાય છે, તેને વિદ્વાનોએ કેવલ જ્ઞાન કહ્યું છે. કેવલ જ્ઞાન કલ્પનાતીત છે, વિષયને જાણવામાં કોઈ પ્રકારની કલ્પના નથી, સ્પષ્ટ જાણે છે તથા પોતાને અને પરને બંનેને જાણે છે. જગતનું પ્રકાશક છે, સંદેહ રહિત, અનંત અને સદાકાળ ઉદયરૂપ છે તથા એનો કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારે અભાવ થતો નથી.32
વાસ્તવમાં આ કેવલ જ્ઞાન જ પૂર્ણ રૂપે સાચું જ્ઞાન અથવા સમ્યજ્ઞાન છે અને એ જ જ્ઞાનની પરાકાષ્ટા છે.
98
-
જેવી રીતે સૂર્યોદય થતાં તારાઓનો પ્રકાશ લુપ્ત થાય છે, તેવી જ રીતે કેવલ જ્ઞાનનો ઉદય થતાં મતિ, શ્રુત, અવધિ અને મનઃ પર્યય – આ ચારેય જ્ઞાનો લુપ્ત થઈ જાય છે.
એક આત્મામાં એકથી લઈને ચાર સુધી જ્ઞાન હોઈ શકે છે. જો એક જ્ઞાન હોય છે, તો તે કૈવલજ્ઞાન છે. જો બે હોય છે, તો મતિ અને શ્રુત જ્ઞાન હશે. જો ત્રણ હોય તો મતિ, શ્રુત અને અવધિ અથવા મતિ, શ્રુત અને મનઃપર્યય જ્ઞાન હશે.જો ચાર હોય, તો મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય જ્ઞાન હશે. એક સાથે પાંચેય જ્ઞાન હોઈ શકતાં નથી, કારણ કે જો કોઈને કેવલજ્ઞાન થશે, તો તે એકલું જ હશે, અન્ય ચારેય જ્ઞાન વિલીન થઈ જશે.
સમ્યક્ત્તાનનો મહિમા બતાવતાં
મૃત માં કહેવામાં આવ્યું છેઃ આ સસારરૂપી ઉગ્ર (તપતા) મરુસ્થળમાં દુઃખરૂપી અગ્નિથી સંતપ્ત જીવોને આ સત્યાર્થ જ્ઞાન જ અમૃતરૂપી જળથી તૃપ્ત કરવા માટે સમર્થ છે, અર્થાત્ સંસારનાં દુઃખ મટાવનારું સમ્યક્શાન જ છે.